તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:15000 ડોઝની દૈનિક જરૂર સામે 7000ની જ ફાળવણી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિણામ.... કેન્દ્રો પર લાંબી કતારો - Divya Bhaskar
પરિણામ.... કેન્દ્રો પર લાંબી કતારો
  • 16 જાન્યુઆરીથી શરૂ થયેલા અભિયાનમાં અત્યાર સુધીમાં 48 ટકા રસીકરણ થયું

જિલ્લામાં કોરો નાની સંભવિત ત્રીજી લહેર સામે લોકોને રક્ષણ આપવા એકીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં 16 જાન્યુઆરી એકીકરણની શરૂઆત કરાઈ હતી, જેને 6 મહિનાથ વધુ સમય થયો છે. આ સમયગાળામાં એકીકરણની 48 ટકા કામગીરી જ થઈ છે જ્યારે તમામ 10 લાખ લોકોને ઓગસ્ટ મહિના સુધીમાં રસી આપવાનો જિલ્લા તંત્રના લક્ષ્યાંક છે પરંતુ અઠવાડિયાથી કોઝની ફાળવણી માં નોંધપાત્ર ડાટો થઈ રહ્યો છે ત્યારે સંપૂર્ણ એટલે કે 100 ટકા ખસીકરણના લક્ષ્યાંક પૂરો કરવામાં બીજા 6 મહિનાથ વધુ સમય લાગે, તેવી સ્થિતિ જોવાઈ રહી છે.

અત્યારની સ્થિતિએ રોજ 15 હજાર કોઝની જરૂરિયાત સામે સરકાર માત્ર 5થી 7 હજાર કોઝની જ ફાળવણી કરે છે. મંગળવારે જિલ્લામાં કુલ 7 હજાર ડોઝ ફાળવાયા હતા. તમામ 32 કેન્દ્રમાં ડોઝ ફાળવાયા હતા પરંતુ મોટા ભાગનાં કેન્દ્રોમાં બપોર પહેલાં ડોઝ ખૂંટી પડ્યા હતા. લોકોમાં રસી માટે જાગૃતિ આવી છે ત્યારે તંત્ર પાસે ડઝનો પૂરતા પ્રમાણમાં સ્ટોક નથી.

અન્ય સમાચારો પણ છે...