તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:સુરેન્દ્રનગર જિલ્લામાં પૂરક પરીક્ષા યોજવા કેન્દ્ર ફાળવો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજવા અને તેના માટે સ્થાનિક કક્ષાએ કેન્દ્ર ફાળવવા સુરેન્દ્રનગર એનએસયુઆઇ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લેખિત આવેદન પાઠવી રજૂઆત કરી હતી. ત્યારે યુનિવર્સિટી દ્વારા આ અંગે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ કરી હતી.

જિલ્લામાં આવેલી કોલેજોમાં અલગ અલગ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પૂરક પરિક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન લેવામાં મુશ્કેલી પડી રહી હોવાની રાવ સાથે સુરેન્દ્રનગર એનએસયુઆઇના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા સહિતનાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરાઈ હતી.

જેમાં જણાવ્યું આ વર્ષે પૂરક પરીક્ષાઓ વહેલી યોજાય તો વિદ્યાર્થીઓનું બહુમુલ્ય વર્ષ ન બગડે. તેમજ પુરક પરિક્ષા માટે સુરેન્દ્રનગર સ્થાનિક કક્ષાએ જ પુરતા પ્રમાણમાં કેન્દ્રો ફાળવવામાં આવે જેથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો