સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વિધાનસભાની બેઠકોનું ગુરુવારે પરિણામ જાહેર થયું હતું. જિલ્લાની તમામ બેઠકો પર ભગવો લહેરોયો હતો ત્યારે વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ તેમજ આપના એક જ રાશિ ધરાવતા હોવા છતાં હાર-જીતનો દાવ જોવા મળ્યો હતો.
કુલ 15 ઉમેદવારમાંથી તુલા રાશિવાળા 3 ઉમેદવારોની હાર થઈ હતી. એ જ રીતે મીથુન રાશિવાળા 3 ઉમેદવારમાંથી 2નો પરાજય થયો હતો.બીજી તરફ કન્યા રાશિના ઉમેદવારોને તેમની રાશિ ફળી હોય તેમ ભાજપના પ્રકાશ વરમોરા અને પી. કે. પરમાર, આ બંને ઉમેદવારોની વિજય થયો હતો. ખાસ તો લીંબડી વિધાનસભામાં ભાજપના કિરટીસિંહ રાણા તેમજ કૉંગ્રેસના કલ્પનાબહેન મકવાણાની એક જ રાશિ હોવા છતાં એકની હાર એકની જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો.
ઉમેદવારોનાં રાશિવાર પરિણામ
નામ | રાશી | હાર-જીત |
જગદીશભાઈ પરમાર(ભાજપ) | મકર | જીત |
તરુણભાઈ ગઢવી(કોંગ્રેસ) | તુલા | હાર |
હિતેશભાઈ બજરંગ(આપ) | કર્ક | હાર |
કિરીટસિંહ રાણા (ભાજપ) | મિથુન | જીત |
કલ્પનાબેન મકવાણા(કોંગ્રેસ) | મિથુન | હાર |
મયુરભાઇ સાકરીયા(આપ) | સિંહ | હાર |
પ્રકાશભાઈ વરમોરા(ભાજપ) | કન્યા | જીત |
છત્રસિંહ ગુંજારીયા(કોંગ્રેસ) | મિથુન | હાર |
વાઘજીભાઇ પટેલ(આપ) | વૃષભ | હાર |
સામજીભાઈ ચૌહાણ(ભાજપ) | કુંભ | જીત |
ઋતિકભાઈ મકવાણા(કોંગ્રેસ) | તુલા | હાર |
રાજુભાઇ કરપડા(આપ) | તુલા | હાર |
પી.કે.પરમાર(ભાજપ) | કન્યા | જીત |
નૌશાદભાઈ સોલંકી(કોંગ્રેસ) | વૃશ્ચિક | હાર |
અરવિંદભાઇ સોલંકી(આપ) | મેષ | હાર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.