તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:ધ્રાગધ્રાના તમામ ગામોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે, ધારાસભ્ય અને સરપંચોની બેઠક મળી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાગધ્રાના તમામ ગામોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે, ધારાસભ્ય અને સરપંચોની બેઠક મળી - Divya Bhaskar
ધ્રાગધ્રાના તમામ ગામોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે, ધારાસભ્ય અને સરપંચોની બેઠક મળી
  • ધારાસભ્યની ગ્રાન્ટ અને સરપંચો દ્વારા સ્વ.ભંડોળ એકઠું સીસીટીવી લગાવાશે

ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારોના ગામોમાં ચોરી સહીતના ગુના અટકે તે માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા બેઠક યોજી ધારાસભ્યની ગ્રાન્ટ અને સરપંચો દ્વારા સ્વ.ભંડોળ એકઠું કરી દરેક ગામોમાં સીસીટીવી કેમેરા નાખવા માટે કામગીરી હાથ ધરી ટૂંક સમયમાં સીસીટીવી સજ્જ કરાશે.

ધ્રાગધ્રા તાલુકા પો.સ્ટે. ખાતે ધ્રાગધ્રા ગ્રામ્ય વિસ્તારના ગામના સરપંચ તથા સભ્ય તથા ગામના આગેવાનોની ઉપસ્થિતીમા ધ્રાગધ્રા તાલુકા પો.સ્ટે. ખાતે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમા ચોરી તેમજ અન્ય નાના મોટા ગુના અટકે તે માટે દરેક ગામમા ઓછામા ઓછા ચાર-પાંચ સીસીટીવી કેમેરા લગાવવા માટેની ચર્ચા કરવામા આવી હતી.

આ ચર્ચાના ભાગ રૂપે ઉપસ્થિત ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ પંચાયત પાસેના સ્વ. ભંડોળમાંથી તેમજ સરકાર માંથી મળતી રકમ અને ગ્રાન્ટ ખર્ચ કરીને અને લોકફાળા દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટે તમામ ગામના સરપચો સાથે ચર્ચા કરવામા આવી હતી.

આ ચર્ચાના ભાગ રૂપે ઉપસ્થિત રહેલા સરપંચોએ આ પહેલ કરવા માટે તમામે આવકારવામાં આવી હતી અને યથાયોગ્ય સત્વરે આ કામગીરી પુર્ણ થાય તે દિશામા સતત પ્રયત્ન કરવાની પહેલ કરશે તે રીતેની તમામે સંપુર્ણ ખાત્રી આપી પોતાના ગામને સીસીટીવી ટૂંક સમયમાં સજ્જ કરવાની ખાતરી આપી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, ડીવાયએસપી આર.બી.દેવધા, પી.આઈ.- એ.એમ.ગોરી, પીએસઆઈ એમ.કે.ઈસરાની પીએસઆઈ ગુલાબસિંહ જાડેજા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા પોલીસના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...