તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોહિબિશન:વસ્તડી ગામની સીમવાડીમાં વૃક્ષોની ઝાડીમાં સંતાડેલો દારૂ ઝડપાયો, 3 ફરાર

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર એલસીબી ટીમે વસ્તડી ગામની સીમ વાડીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર એલસીબી ટીમે વસ્તડી ગામની સીમ વાડીમાંથી વિદેશી દારૂ ઝડપ્યો.
  • 732 દારૂની બોટલ સહિત 2.19નો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર એલસીબ પોલીસ ટીમને વસ્તડીમાં વિદેશી દારૂ અંગે બાતમી મળતા દરોડો કર્યો હતો. જ્યાં સીમવાડીમાં કૂવા કાંઠે વૃક્ષોના ઝૂ઼ંડમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 732 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ.2.19 લાખ જપ્ત કરી ફરાર થયેલા 3 શખસ સામે જોરાવરનગર પોલીસ સ્ટેશને પ્રોહિબિશન અંગે ગુનો નોંધાયો હતો.

જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વસ્તડીમા઼ વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી. આથી વસ્તડી ગામની સીમમમાં ચોકડી માર્ગે ચોકડીની વેણની બાજુમા઼ આવેલી સીમવાડીમાં દરોડો કર્યો હતો. જ્યાં કૂવા કાંઠે અરણીના ઝાડના ઝુંડમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂની 732 બોટલ કિંમત રૂ.2,19,600નો મુદામાલ ઝડપી પાડી જપ્ત કર્યો હતો. આ બનાવમાં 3 આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આથી એલસીબી પોલીસ ટીમે ભવાની ઉર્ફે કાનો હેમુભાઇ ગોહિલ, જુવાન ઉર્ફે જુગો મોબુભાઇ ગોહિલ તથા મહિપત ઉર્ફે જેકો રામભાઇ ચુ.કોળી રહે ત્રણેય વસ્તડી સામે પ્રોહીબીશન ધારા અંગે જોરાવરનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો.

આ કાર્યવાહીમાં પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ નરેન્દ્રસિંહ, જુવાનસિંહ, નિકુલસિંહ સહિત એલસીબી ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...