તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:ચોટીલા હાઈવે પરથી રાજકોટ એડિશ્નલ કલેકટરની નેમપ્લેટ વાળી કારની તલાશી લેતા મળી આવી દારૂની 155 બોટલ, 3 શખ્સોની અટકાયત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે અર્ટિંગા કાર સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી - Divya Bhaskar
પોલીસે અર્ટિંગા કાર સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી
  • કાર ઝડપાયાના કલાકો બાદ પણ પોલીસ કારના માલિકનું નામ ના મેળવી શકી!

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો સુરેન્દ્રનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોટીલા પોલીસે ચોટીલા હાઈવે ઉપરથી રાજકોટ એડિશનલ કલેક્ટર લખેલી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે, ઉલ્લેખનીય છે કે રાજકોટ એડિશનલ કલેક્ટર લખેલી ગાડીમાંથી દારૂનો જથ્થો પકડાતા સમગ્ર ગુજરાતમાં આ બાબતે ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઈંગ્લીશ દારૂની 155 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જો કે, દારૂ ઝડપાયાના કલાકો બાદ પણ પોલીસ હજી કારના માલિક કોણ છે તે અંગે તપાસ કરી શકી નથી.

કારની માલિકી અંગે પોલીસે તપાસ શરૂ કરી
કારની માલિકી અંગે પોલીસે તપાસ શરૂ કરી

ચોટીલા પોલીસે રાત્રી દરમિયાન ચોટીલા હાઈવે ઉપર ચેકીંગ કામગીરી હાથ ધરી હતી જેમાં શંકાસ્પદ રાજકોટ એડિશનલ કલેકટર લખેલી ગાડી પસાર થઈ રહી હોય તેવી બાતમી ચોટીલા પીઆઇ તથા પોલીસ સ્ટાફને મળી હતી તેને આધારે ચોટીલા પોલીસે હાઇવે ઉપર નાકાબંધી કરી અને આ બાબતની વધુ તપાસ હાથ ધરી હતી અને ત્યાંથી પસાર થઈ રહેલી અર્ટીગા નામની સુઝુકી કંપનીની ગાડી પસાર થઇ રહી હતી જેનો નંબર GJ-3-LG-7454 હતો ત્યાં જ શંકાના દાયરામાં ઉભી રાખી અને ચેકીંગ કામગીરી હાથ ધરી હતી.

ત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા આ ગાડીમાંથી વિદેશી દારૂ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ચોટીલા પોલીસે રાજકોટ એડિશનલ કલેક્ટર લખેલી ગાડી તાત્કાલિક ચોટીલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી ત્યારે ઉપર લેવલથી અનેક ઉચ્ચ અધિકારીઓના ફોન આવતા પોલીસને આવતા હતા.પરંતુ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આ બાબતની હાલમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દારૂ સાથે ત્રણ શખ્સોની અટકાયત કરવામા આવી
ત્યારે રાત્રિ દરમિયાન ઝડપાયેલી કાર અર્ટીકા ગાડી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને રાજકોટ એડિશનલ કલેક્ટર આ ગાડી ઉપર લખેલું હતું ત્યારે આ ગાડીમાં 155 નંગ વિદેશી દારૂની બોટલ ના હતા તે પણ હાલમાં ચોટીલા પોલીસે કબજે કર્યા છે અને ત્રણ આરોપીની હાલમાં ચોટીલા પોલીસે અટકાયત કરી છે આ ત્રણ આરોપીઓમાં યશપાલસિંહ ઝાલા યુવરાજભાઇ તથા કિશનભાઇની એડિશનલ કલેક્ટર લખેલી ગાડીમાં દારૂ હેરાફેરી કરવાના પ્રકરણમાં અટકાયત કરવામાં આવી છે.

ત્યારે આ દારૂ ની કિંમત જાણવામાં આવે તો 52800નો દારૂ અર્ટીકા ગાડીમાં હતો તે હાલમાં પોલીસે કબ્જે કર્યો છે કુલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો 5.67 લાખનો મુદ્દામાલ ચોટીલા પોલીસે કબ્જે કર્યો છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ચોટીલા હાઈવે ઉપર રાજકોટ એડિશનલ કલેક્ટર લખેલી ગાડીમાંથી દારૂ ઝડપાતા માં આવતા સમગ્ર ગુજરાતમાં આ બાબતે ચકચાર વ્યાપી જવા પામ્યો છે ત્યારે હવે સરકારી ગાડીઓમાં પણ હવે દારૂની હેરાફેરી થવા લાગી હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...