કાર્યવાહી:અમદાવાનો શખસ મુંબઈથી રૂ. 64માં લાવી રૂ.86માં બાયોડીઝલ વેચતો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ ટીમે અમદાવાદ-કચ્છ હાઇ-વે પર માલવણ પાસે ગેરકાયદે બાયોડિઝલના આઉટલેટ પર દરોડો કર્યો હતો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ ટીમે અમદાવાદ-કચ્છ હાઇ-વે પર માલવણ પાસે ગેરકાયદે બાયોડિઝલના આઉટલેટ પર દરોડો કર્યો હતો.
  • અખિયાણા પાસેથી પકડાયેલા બાયોડિઝલ કેસની ઘટના
  • જિલ્લામાં 1 વર્ષમાં 25 દરોડામાં રૂ. 53, 38,476નું 78,507 લીટર બાયોડિઝલનો જથ્થો જપ્ત કરાયો

સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની ટીમે માલવણ હાઇ-વે પર અખિયાણા પાસે આવેલા પેટ્રોલપંપ પરથી12800 લીટર બાયો ડીઝલ સહિત 11.42 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે બાયોડિઝલ સીઝ કરી નમૂના એફએસએલ માટે ગાંધીનગર મોકલાયા છે. આ બાયોડિઝલ અમદાવાદનો શખસ મુંબઇથી રૂ.64માં લાવી રૂ.86માં વેચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું છે. ત્યારે જિલ્લામાં એક વર્ષમાં 25 દરોડામાં 78,807 લીટર બાયોડિઝલ જપ્ત કરવામાં આવ્યુ છે.

સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી તાજેતરમાં એક ઓપરેશન હાથ ધરીને રતનપર બાયપાસ પરથી ગેરકાયદેસ બાયોડિઝલનો ઝડપી પાડ્યો હતો.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શનમાં ખાનગી ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી.

જેમાં અમદાવાદ કચ્છ હાઇવે પર માલવણ રોડ પર અખીયાણા પાસે આવેલા પેટ્રોલ પંપ પર શંકા જતા ખાનગી રાહે તપાસ કરીને મોડી રાત્રે દરોડો કરી ગેરકાયદે બાયોડીઝલ 12,800 લીટર બાયોડિઝલ પેટ્રોલ આઉટલેટ શહીદ 11,42,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ બાયોડિઝલ આઉટલેટ અમદાવાદના શખસ ભરતભાઈ પટેલમાલિક હોવાનું જાણવા મળ્યું હતું. આથી પુરવઠા વિભાગે બાયો ડિઝલ સહિત મુદ્દામાલ સીઝ નમૂના લઇને એફ.એસ.એલ માટે ગાંધીનગર મોકલી આપ્યા હતા.

1 વર્ષમાં પકડાયેલ બાયોડિઝલ

તાલુકો

બાયોડિઝલ (લીટરમાં)

સુરેન્દ્રનગર(શહેર)8920
વઢવાણ4375
સાયલા4340
મૂળી6000
થાનગઢ3980
દસાડા24142
ચોટીલા12050
લીંબડી14500
ધ્રાંગધ્રા200
કુલ78507

પુરવઠા વિભાગને જાણ કરો

જિલ્લામાં ગેરકાયદે બાયોડિઝલ વેચાણ સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમારી ટીમે અમદાવાદ કચ્છ હાઇવે પરથી અખીયાણા ગામ પાસેથી બાયડિઝલ સીઝ કર્યું છે. આગળ પણ આ પ્રકારે કાર્યવાહી ચાલુ રખાશે. જ્યાં આવી ગેરકાયદે પ્રવૃતિ ધ્યાને આવે તો પુરવઠા વિભાગનો સંપર્ક કરી જાણકારી આપો. - ભાવનાબા ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી

FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી
અખિયાણા પાસેથી સીઝ કરાયેલા બાયોડિઝલના નમૂના લઇ એફએસએલ રિપોર્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવી ગયા બાદ કેસ નોંધાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. - પી.જે.દવે, જિલ્લા મુખ્ય પુરવઠા નિરીક્ષક

અન્ય સમાચારો પણ છે...