પતિનું હાર્ટએટેકથી મૃત્યુ:પત્ની સાથે વીડિયો કોલમાં વાત કરતા સમયે હ્રદય રોગનો હુમલો આવ્યો, અમદાવાદના કારચાલકનું મોત

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પત્ની સાથે વીડિયો કોલમાં વાત કરતા સમયે હ્રદય રોગનો હુમલો આવતાં અમદાવાદના કારચાલકનું કમકમાટીભર્યુ મોત - Divya Bhaskar
પત્ની સાથે વીડિયો કોલમાં વાત કરતા સમયે હ્રદય રોગનો હુમલો આવતાં અમદાવાદના કારચાલકનું કમકમાટીભર્યુ મોત
  • જોધપર નદી ખાતે આવેલા મેટ્રો રીસોર્ટ પાર્ટી પ્લોટ નજીક બન્યો બનાવ
  • અમદાવાદના કારચાલક પોતાના શેઠ સાથે કામ સબબ મોરબી આવ્યા હતા
  • મોરબી તાલુકા પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ કરી તપાસ શરૂ કરી

મોરબી ખાતે કોઈ કામ સબબ કાર લઈને આવેલા અમદાવાદના કાર ચાલકનું ગઈકાલે સોમવારે મોબાઈલ ફોનમાં પત્ની સાથે વીડિયો કોલમાં વાત કરતી વખતે હાર્ટએટેક આવતા મૃત્યું નીપજ્યું હતું. જેને પગલે મોરબી તાલુકા પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ કરી તપાસ શરૂ કરી હતી.

સૂત્રો અનુસાર મોરબી તાલુકાના જોધપર નદી ખાતે આવેલા મેટ્રો રિસોર્ટ પાર્ટી પ્લોટમાં પોતાના શેઠ સાથે આવેલા અમદાવાદના 46 વર્ષીય અમરશીભાઇ ખેમચંદ પટેલનું ગઈકાલે સોમવારે કારમાં બેઠા-બેઠા પોતાની પત્ની સાથે વીડિયો કોલથી વાત કરતા સમયે જ મૃત્યુ નીપજ્યું હતું. જેથી મોરબી તાલુકા પોલીસે એડી નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃત્યુ અંગેનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન બનાવ અંગે તપાસ કરી રહેલા મહિલા એએસઆઈ એન.જે.ખડિયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક કારચાલક પોતાના શેઠ સાથે કામ સબબ મોરબી આવ્યા હતા અને ગઈકાલે પરત અમદાવાદ જવાના હતા, પરંતુ ત્યારે જ આ ઘટના ઘટી હતી. વધુમાં મૃતક અમરશીભાઇ ખેમચંદ પટેલ પોતાના પત્ની સાથે વીડિયો કોલમાં વાતચીત કરતા હતા, ત્યારે જ તેમને હાર્ટએટેક આવી ગયો હતો. નોંધનીય છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...