સ્વાગત:હળવદના મયુરનગર ગામના ફૌજી જવાન માં ભોમની સેવા કરીને નિવૃત થતા આહીર સમાજે માદરે વતનમાં ભવ્ય સ્વાગત કર્યું

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના મયુરનગર ગામના ફૌજી જવાન માં ભોમની સેવા કરીને નિવૃત થતા આહીર સમાજે માદરે વતનમાં ભવ્ય સ્વાગત કર્યું - Divya Bhaskar
હળવદના મયુરનગર ગામના ફૌજી જવાન માં ભોમની સેવા કરીને નિવૃત થતા આહીર સમાજે માદરે વતનમાં ભવ્ય સ્વાગત કર્યું
  • 'નિવૃત થયા છીએ, દેશ માટે લડવાનો ઝઝબો નિવૃત નથી થયો:' ફૌજી ભાઈઓનો લલકાર

દેશની સરહદ ઉપર દુર્ગમ વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિઓમાં દિવસ રાત જોયા વગર ફરજ બજાવી સેવાનિવૃત્ત થઈને હળવદ તાલુકાના મયુરનગર ગામના જવાનો માદરે વતન પરત ફરતાં ભારત માતાકી જયના નારા સાથે નિવૃત આર્મી જવાનોનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ફૌજી ભાઈઓએ લલકાર કરતા જણાવ્યું હતું કે, નિવૃત થયા છીએ... દેશ માટે લડવાનો ઝઝબો નિવૃત નથી થયો.. મા ભોમની રક્ષા માટે હરહંમેશ તત્પર છીએ.

હળવદ તાલુકાના મયુરનગર ગામે આહીર સમાજ દ્વારા ભારતીય લશ્કરના નિયમો અનુસાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ માદરે વતન પરત ફરેલા લોખીલ કલ્પેશભાઈ વીરાભાઈ, લોખીલ દેવાયતભાઈ હરીભાઈ, અધારા સુરેશ કુમાર મગનભાઈ, વીસાણી નીતીનકુમાર ગુણવંતભાઈ અને સોલંકી કીશનભાઈ હીરાભાઈને ધનાળા ગામના પાટીયાથી રેલી સ્વરૂપે મયુરનગર ગામે લઇ જવાતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી દેશની રક્ષા માટે પોતાની યુવાનીના 17 વર્ષનું બલિદાન આપનાર નિવૃત્ત જવાનોની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

આ તકે મા ભોમની રક્ષા કરનારા ફૌજી જવાનોએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાના નિયમો અનુસાર વયમર્યાદાના કારણે અમે નિવૃત થયા છીએ પરંતુ દેશ માટે લડવા નો ઝઝબો નિવૃત્ત થયો નથી, દેશ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે લડવાની આજે પણ તૈયારી છે અને રહેશે.

મયુરનગર ગામે યોજાયેલા નિવૃત્ત આર્મી જવાનોના સ્વાગત અને સન્માન કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગામના આહીર સમાજ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...