તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અગરિયાની સિદ્ધિ:પાટડી નગરપાલિકામાં એક મહિલા સહિત રણમાં મીઠું પકવતા બે અગરિયાની જીત, બન્ને ભાજપના

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
ભાજપે તેમના જેવા રણમાં મીઠું પકવતા ગરીબ અગરિયાઓને ટીકીટ આપી વિશ્વાસ મૂક્યો એ બદલ ઠાકરશીભાઇ આભારી છે
 • ભાજપ નાનામાં નાનો માણસ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી બનવાના સપના જોઇ શકે તેનો ખ્યાલ રાખે છેઃ ભાજપ પ્રમુખ ચેતન શેઠ
 • અગરિયા મહિલા વોર્ડ નં- 6માં 281 મતે વિજયી બની અને અગરિયા યુવાન વોર્ડ નં- 5માં 406 મતે વિજયી બન્યો

ગુજરાતનાં વડનગરનો એક ચા વાળો નરેન્દ્ર નામનો યુવાન 2 વખત દેશનો પ્રધાનમંત્રી બનીને ઇતિહાસ રચી દીધો હતો. આવી એક ઘટના પાટડી નગરપાલિકાની ચૂંટણીમાં યોજાઇ છે. પાટડી નગરપાલિકાના 6 વોર્ડની તમામ 24 સીટો પર ભાજપના ઉમેદવારોએ વિજેતા બની ભગવો લહેરાવ્યો છે. અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. ત્યારે પાટડી નગરપાલિકાના વોર્ડ નં 5માં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર ઠાકરશીભાઇ મહાલિયા પાછલા દોઢસો વર્ષોથી બાપ-દાદાની પેઢીએથી ખારાઘોડા રણમાં નારણપુરા મંડળીમાં " કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું " પકવવાનું આકરૂ કામ કરી આજે યોજાયેલી મત ગણતરીમાં 1013 મત મેળવી 406 મતોથી વિજેતા બન્યા છે.

અગરિયા મહિલા ઝેણીબેન સિહોરા આજેય ઝીંઝુવાડા રણમાં મીઠું પકવવાનું કામ કરે છે
અગરિયા મહિલા ઝેણીબેન સિહોરા આજેય ઝીંઝુવાડા રણમાં મીઠું પકવવાનું કામ કરે છે

અગરિયાએ કોર્પોરેટર બની ઇતિહાસ રચ્યો
એજ રીતે પાટડી નગરપાલિકાના વોર્ડ નં- 6ની ભાજપની મહિલા ઉમેદવાર ઝેણીબેન સિહોરાએ પણ 1072 મતો મેળવી 281 મતોથી વિજેતા બની છે. ઝેણીબેન સિહોરા પોતાના પતિ પ્રતાપભાઇ સાથે વર્ષોથી ઝીંઝુવાડા રણમાં મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. આ બંને મીઠું પકવતા અગરિયા ઉમેદવારોએ રણમાં મીઠું પકવવાની સાથે પાટડી નગરપાલિકાના કોર્પોરેટર બની ઇતિહાસ રચી દીધો છે.

રણમાં મીઠું પકવવાની સાથે લોકોની અને ગ્રામજનોની સેવા કરશે
રણમાં મીઠું પકવવાની સાથે લોકોની અને ગ્રામજનોની સેવા કરશે

અગરિયાએ ભાજપનો આભાર માન્યો
આ અંગે અગરિયા ઠાકરશીભાઇ મહાલિયા અને અગરિયા મહિલા ઝેણીબેન સિહોરાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભાજપે તેમના જેવા રણમાં મીઠું પકવતા ગરીબ અગરિયાઓને ટીકીટ આપી વિશ્વાસ મૂક્યો એ બદલ તેઓ આભારી છે અને હવે તેમને રણમાં મીઠું પકવવાની સાથે લોકોની અને ગ્રામજનોની સેવા કરવાનો પણ મોકો મળશે.

જ્યારે આ અંગે પાટડી શહેર ભાજપ પ્રમુખ ચેતનભાઇ શેઠે જણાવ્યું કે, ભાજપ નાનામાં નાના અને ગરીબ માણસોને ટીકીટ આપી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની જેમ છેવાડાના માનવીની ચિંતા કરે છે. ભાજપ જ એક એવો પક્ષ છે કે, જે એક જ પરિવારની ચિંતા કરવાના બદલે નાનામાં નાનો માણસ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી બનવાના સપના જોઇ શકે તેનો ખ્યાલ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો