ખારાઘોડાની સેતુ ખરા સમયે સેતુ બની:રણમાં મીઠું પકવતી અગરિયા મહિલાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાતા નવજીવન મળ્યું

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પરોઢીયે પાંચ વાગે ખારાઘોડાથી અંદાજે 40 કિલોમીટર દૂર રણમાં મીઠું પકવતી એક અગરિયા મહિલાને જોરદાર બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેની તિવ્રતા એટલી હતી કે, અડધું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું હતું અને એ અગરિયા મહિલાની ઉંમર પણ માત્ર 35 વર્ષની. એ સમયે રણની અંદર પરોઢના પાંચ વાગ્યા હતા. રણમાં ઝાકળી પવન હતો, એટલે ફોનનું નેટવર્ક ન પકડાય. જેથી ફોનથી ખારાઘોડા સંપર્ક થતો નહોતો. એકાદ કલાકની ભારે જહેમત પછી એક ફોન લાગ્યો. એ ભાઈએ ખારાઘોડા સેતુ હોસ્પિટલના કાર્યકરનો સંપર્ક કર્યો હતો અને સેતુ તરત એક્શનમાં આવ્યું હતું. એ મહિલાને તાત્કાલિક અમદાવાદ કીમ્સ હોસ્પિટલમાં પહોચાડવા માટે ગાડી લઈને નીકળી હતી.
ડાબી બાજુનુ અડધું મગજ લગભગ લકવાગ્રસ્ત થયું
અમદાવાદના ડો. દીપ ઠક્કર અને કિમ્સ હોસ્પિટલનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો. સેતુ સંસ્થાના વડીલ ટ્રસ્ટી અનિલભાઇનો મેસેજ આવ્યો કે, કોઈ વાતે સારવારમાં કચાશ ન રાખતા. બાદમાં એ અગરિયા મહિલાનું એમ.આર.આઇ. થયુ અને ડાબી બાજુનુ અડધું મગજ લગભગ લકવાગ્રસ્ત થયુ છે. થોડી ક્રિટીકલ સ્થિતિ આગામી 48 કલાક માટે ગણી શકાય તેવું ડોકટરે કહ્યું હતું. અત્યારે એ અગરિયા મહિલા કીમ્સ હોસ્પિટલમાં આઇ.સી.યુ. વિભાગમાં દાખલ છે. ત્યારે ખારાઘોડા રણમાં મીઠું પકવતી અગરિયા મહિલાને બ્રેઇન સ્ટ્રોક આવતા અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાતા નવજીવન મળ્યું હતું. ખારાઘોડાની સેતુ ખરા સમયે સેતુ બની હતી.

અન્ય સમાચારો પણ છે...