હાલાકી:સુરેન્દ્રનગરના બહુમાળી ભવનના એ વિંગમાં બપોર બાદ લાઇટો ગુલ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સુરેન્દ્રનગર બહુમાળી ભવનની એ વિંગમાં શુક્રવારે બપોરબાદ લાઇટો ગુલ રહેતા દુરદુરથી આવેલા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ટીસીનો પ્લગ બળી જતા આખો દિવસ લાઇટોની આવન જાવન રહેતા કર્મચારીઓ પણ ગરમી અને બફારાથી અકળાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાની કચેરીઓ તાજેતરમાં 100 ટકા સ્ટાફ સાથે ખુલ્લી રાખવા રાજ્ય સરકારે આદેશ આપતા ખુલ્લી રાખવામાં આવી હતી.

ત્યારે કચેરીઓ ખુલ્લી રહ્યાના પ્રથમ દિવસ સોમવારે કનેક્ટી વિટીબંધ રહેતા બહુમાળી ભવને આવેલા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ અંગેની શ્યાહી સુકાઇ નથી ત્યાં શુક્રવારે બહુમાળી ભવનમાં ટી.સીનો પ્લગ બળી જતા બહુમાળી ભવનની એ વિંગની તમામ કચેરી બપોરથી લાઇટો ગુલ થઇ ગઇ હતી. આથી સમાજ સુરક્ષા, સમાજ કલ્યાણ, રમતગમત, સીંચાઇ, ઉધોગ, લેબર કમીશ્નર કચેરી વિગેરેમાં લાઇટો બંધ રહી હતી.

આ અંગે કમ્પલેઇન કરતા વીજતંત્ર ટીમે કાર્યવાહી કરી રીપેરીંગ હાથ ધર્યુ પણ આખો દીવસ લાઇટો આવન જાવન અને ટીમ ફુલ થતા કામો થઇ શક્યા ન હતા. શહેર- ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા અરજદારોને ધરમધક્કો થતા રોષની લાગણી ફેલાઇ હતી. આ અંગે ધીરૂભાઇ,મનોજભાઇ સહિતનાઓએ જણાવ્યુ કે અમો કચેરીએ આવ્યા ત્યારે લાઇટો ગુલ હોવાથી કોઇ કામ થઇ શક્યા ન હતા. આથી ક્યારેક કનેક્ટીવીટી તો ક્યારેક લાઇટો ગુલ થવાની સમસ્યાના કારણે અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડતા રોષની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...