તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતે તંત્ર દોડ્યું:પાણી સમસ્યા સર્જાયા બાદ સુરેલમાં પાણી પુરવઠો નિયમિત મળતો થાય તે માટે કામગીરી શરૂ કરાઈ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણી સમસ્યા સર્જાયા બાદ સુરેલમાં પાણી પુરવઠો નિયમિત મળતો થાય તે માટે કામગીરી શરૂ કરાઈ - Divya Bhaskar
પાણી સમસ્યા સર્જાયા બાદ સુરેલમાં પાણી પુરવઠો નિયમિત મળતો થાય તે માટે કામગીરી શરૂ કરાઈ
  • એક અઠવાડિયામાં નર્મદાનું પાણી સંપમાં ભરવાની નર્મદાના કાર્યપાલક ઈજનેર દ્વારા ખાતરી અપાઈ

પાટડી તાલુકાના સુરેલ ગામની બંને બોરની મોટર બળી જતા ગામમાં ભર ઉનાળે છેલ્લા 20 દિ'થી પીવાના પાણીનો પોકાર શરૂ થયો હતો. ગામની મહિલાઓને પીવાના પાણીની એક એક બુંદ માટે ખરા બપોરે રઝળપાટ કરવાની નોબત આવી હતી. જે અંગેનો તસ્વીર સાથેનો વિસ્તૃત અહેવાલ દિવ્યભાસ્કર વેબસાઇટમાં પ્રસિદ્ધ થયો હતો. જેના પડઘારૂપે સુરેલમાં બંને બોરની મોટર કાઢી એક બોરની ડીપી લાવી પાઇપલાઇન બદલવાની કામગીરી હાથ ધરાઇ હતી. જ્યારે આગામી એક અઠવાડિયામાં નર્મદાના કાર્યપાલક ઇજનેર દ્વારા નર્મદાનું પાણી સંપમાં ભરવાની ખાત્રી અપાતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

પાટડી તાલુકાના સુરેલ ગામની વસ્તી અંદાજે 5000 લોકોની છે. સુરેલ ગામમાં પાછલા 20 દિવસની બોરની મોટર બળી જતાં ગામમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બનવા પામી હતી. સુરેલ ગામની મહિલાઓ છેલ્લા 20 દિ'થી ભર ઉનાળે પીવાના પાણીની એક એક બુંદ માટે વલખાં મારતી નજરે પડતી હતી. જે અંગે સુરેલ ગામના રસિકભાઇ સોમેશ્વરાએ પાણી પુરવઠા વિભાગ, તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીને રજૂઆત કરી હતી.

જે અંગેનો તસ્વીર સાથેનો વિસ્તૃત અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. જે અંગે ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ પણ દિવ્યભાસ્કરના અહેવાલ સાથે ટ્વીટ કરી સુરેલ ગામની પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. દિવ્યભાસ્કરના આ અહેવાલનો પ્રચંડ પડઘો પડતા ઉંઘમાંથી સફાળા જાગેલા તંત્રએ સુરેલમાં બંને બોરની મોટર કાઢી એક બોરની ડીપી લાવી પાઇપલાઇન બદલવાની કામગીરી હાથ ધરાઇ હતી.

જ્યારે આગામી એક અઠવાડિયામાં નર્મદાના કાર્યપાલક ઇજનેર દ્વારા નર્મદાનું પાણી સંપમાં ભરવાની ખાત્રી અપાતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાવા પામી હતી. આગામી એકાદ બે દિવસમાં સુરેલમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થઇ જશે હાલ પુરતું તો ટેન્કર દ્વારા ગ્રામજનોને પીવાનું પાણી આપવાની શરૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...