• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • After The Seizure Of Drugs From Zinzuda Village In Morbi, A Peaceful Atmosphere Prevailed In The Village. All The Three Accused Were Produced In Court For Remand.

600 કરોડના ડ્રગ્સનો મામલો:મોરબીના ઝીંઝુડા ગામમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ છવાયો, ત્રણેય આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

સુરેન્દ્રનગર/મોરબી13 દિવસ પહેલા
મોરબીના ઝીંઝુડા ગામમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ
  • ત્રણ પૈકીનો એક આરોપી ગામમાં દોરાધાગાના કામ કરતો હતો
  • ગામલોકો આરોપીઓ સામે વરસાવી રહ્યા છે ફિટકાર

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી 120 કિલો ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝબ્બે કરાયા બાદ દિવ્યભાસ્કરની ટીમે આ ગામની મુલાકાત લેતા હાઇવે પર તો શું પણ ગામમાં પણ અજંપાભરી શાંતિ સાથે કફર્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. ડ્રગ્સના કારણે ગામનું નામ બદનામ થતા ગામલોકોમાં આરોપી પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ માટે આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામા આવતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અંદાજે 2000ની વસ્તી ધરાવતા આ ઝીંઝુડા ગામે 1200 જેટલા મુસ્લિમો વસવાટ કરે છે અને એમાંથી મોટાભાગના માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે. બાકીની 800ની વસ્તી હિંદુઓની છે. પહેલા ઝીંઝુડા ગામ જામનગર જીલ્લામાં આવતુ હતુ. પછી મોરબી જીલ્લો બનતા આ ઝીંઝુડા ગામ સહિત 24 ગામોનો મોરબી જીલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મોરબીથી ઝીંઝુડા ગામ 40 કિ.મી.અને સલાયાથી હાઇવે માર્ગે ઝીંઝુડા અંદાજે 175 કિ.મી. અને દરિયાઈ માર્ગે સલાયાથી ઝીંઝુડા અંદાજે 125 કિ.મી.જેટલુ દૂર છે. ઝીંઝુડા ગામે આવો કોઇ ડ્રગ્સ કેસ પકડાયાનો કોઇ બનાવ બન્યો નથી અને સમગ્ર મોરબી જીલ્લાનો આ ડ્રગ્સ કૌભાંડનો પ્રથમ કેસ છે. ઝીંઝુડામાં એક મોટી મસ્જીદ આવેલી છે. અને આરોપીએ મુસ્લિમ ધર્મગુરૂની ઓળખાણ આપી ગામમાં પ્રવેશ કર્યો હોવાનું ગ્રામજનોનું કહેવું છે.

600 કરોડ રૂપિયાના 120 કિલો ડ્રગ્સ સાથે ત્રણ લોકોની ધરપકડ
દેવભૂમિ દ્વારકા પોલીસે મુંબઈના શખ્સને ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ સલાયામાંથી મોટાપ્રમાણમાં ડ્રગ્સ પકડાયું હતું અને સલાયા ઉતરેલા ડ્રગ્સ પૈકીનો મોટો જથ્થો મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે ઉતર્યો હોવાની આરોપીઓની કબૂલાત બાદ એટીએસ દ્વારા મોરબી એસઓજીને સાથે રાખી ઝીંઝુડા ગામેથી સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ, ઉ.વ.37ના રહેણાંકમાંથી રૂપિયા 600 કરોડના ડ્રગ્સ સાથે મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, ઉ.વ.39 રહે. બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર, જોડીયા અને ગુલામ હુસૈન ઉંમર ભગાડ રહે સલાયા, દેવભૂમી દ્વારકા વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી.

ઝીંઝુડા સુધી ડ્રગ્સનો જથ્થો કઈ રીતે પહોંચ્યો હતો?
ગઇકાલે એટીએસની ટીમે રેડ કરીને જે ડ્રગ્સ પકડાયું છે.તેની સાથે પકડાયેલા આરોપીઓ પાસેથી એવી માહિતી સામે આવી છે કે, ઓકટોબરના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનથી દરFયાઇ માર્ગે આ હેરોઇનનો જથ્થો આવ્યો હતો. અને તેને સલાયાના દરિયાકાંઠે ઉતારવામાં આવ્યો હતો. અને ત્યાંથી જુદા-જુદા માર્ગે આ માલને મોકલવામાં આવ્યો હતો. અને હાલમાં પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકીના આરોપી ગુલાબ અને જબ્બાર અવારનવાર દુબઇ જતા હતા અને પાકિસ્તાનથી ડ્રગ સપ્લાઇ કરનારી ગેંગના સંપર્કમાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજ્યના પોલRસવડાએ જે માહિતી જાહેર કરી હતી. એમાં પાકિસ્તાની ઝહીર બ્લોચે આ માલ મોકલાવ્યો હોવાનું સામે આવ્યું હતુ. આ શખ્સ અગાઉ 2019માં 227 કિલો ડ્રગ્સ પકડાયું હતું તે કેસમાં આજની તારીખે પણ વોન્ટેડ છે તેવુ જણાવ્યું છે.

જેના ઘરેથી ડ્રગ્સ ઝડપાયું હતું તે સમસુદીન પીરજાદા
જેના ઘરેથી ડ્રગ્સ ઝડપાયું હતું તે સમસુદીન પીરજાદા

આરોપી પાકિસ્તાની ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હતા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં છેલ્લા વર્ષોથી અફીણની ખેતીમાં સતત વધારો થઇ રહ્યો છે અને આ વર્ષે લગભગ આઠ ટકા જેટલો વધારો અફીણની ખેતીમાં થયો છે. જેથી કરીને અફીણનું ઉત્પાદન વધવાથી નશીલા પદાર્થને યેનકેન પ્રકારે ભારત અને એશિયાના જુદાજુદા દેશોમાં સપ્લાઇ કરવામાં આવે છે. ગઇકાલે જે ત્રણ આરોપીને પકડેલા છે તે પૈકીના મુખ્તાર અને ગુલામને દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી બોટ મારફતે આ ડ્રગ્સને ગુજરાતનાં કિનારા સુધી પહોંચાડેલ છે. અને તેઓ પાકિસ્તાની ઝાહીદ બશીર બલોચ નામના ડ્રગ્સ પેડલરના સંપર્કમાં છે. જો કે, હવે પોલીસ આગળની તપાસમાં આરોપીઓના રીમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી છે.

ઝીંઝુડાના જે ઘરમાંથી ડ્રગ્સ મળ્યું તેની માલિકી કોની?
મોરબીના ઝીંઝુડા ગામેથી પકડાયેલ 600 કરોડના ડ્રગ્સ બાદ આરોપીઓની વિગતો મેળવવામાં આવી છે. જે ઘરેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો તે સમસુદ્દીન પીરજાદા ઉર્ફે બાપુ મૂળ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાનો છે. ઝીઝુડા ગામમાં તેનું મોસાળ છે. છેલ્લા દોઢ વર્ષથી અહીં સ્થાઈ થયેલ બાપુ અહી દોરાધાગા કરી સમાજને ખોખલો કરવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓ વચ્ચે કેવી રીતે સબંધો બંધાયા ? તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી રહી છે. દેશના યુવાધનને બરબાદ કરવાના કરતૂતની સાથે અહીથી દેશદ્રોહી પ્રવૃત્તિઓ થતી હતી કે કેમ ? તેનો તાગ મેળવવા એટીએસ સહિતની એજન્સીઓએ તપાસ લંબાવી છે.

ડ્રગ્સ મામલે ઝડપાયેલ આરોપી દોરાધાગા કરતો હતો
આરોપી સમસુદ્દીન ઉર્ફે પીરજાદા બાપુ મૂળ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના મિયા ખીજડીયા ગામનો વતની છે. ઝીંઝુડામાં આરોપીનું મોસાળ રહે છે. પિતા ગુજરી ગયા બાદ માતા અને પુત્ર પીરજાદા અહી આવી છેલ્લા દોઢ-બે વર્ષથી તે અહી આવી ગયો હતો અને અહી દોરાધાગાનો ધંધો શરુ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેના નિકાહ પણ થઇ ગયા છે અને આમ તો સીધો સાદો લાગતો હતો, દોરાધાગા કરતો હોવાથી અસામાજિક શખ્સો સાથે સંપર્ક થયા હોવાનું ગ્રામજનોએ ઉમેર્યું હતું. બીજી તરફ સલાયા અને જોડીયાના સખ્સો દોરાધાગાથી એક બીજાના પરિચયમાં આવ્યા છે કે અન્ય કોઈ રીતે તે જાણવા અને આ સમગ્ર રેકેટની વધુ કડીઓ મેળવવા પોલીસે આરોપીઓની પૂછપરછ શરુ કરી છે.

આરોપીઓ સામે ગામલોકોમાં રોષ જોવા મળ્યો
મોરબી જિલ્લાના છેવાડે આવેલ અને દરિયા કાંઠાથી માત્ર બે કિલોમીટર દૂર આવેલ ઝીંઝુડા ગામમાંથી 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાતા ગામ લોકો ડ્રગ્સ છુપાવનાર સમસુદીન પીરઝાદા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. 1800 લોકોની વસ્તી ધરાવતા ઝીંઝુડા ગામમાં મુખ્યત્વે મુસ્લિમ અને કોળી સમાજની વસ્તી આવેલી છે. હેરોઇન ડ્રગ્સ કન્સાઈમેન્ટ પોતાના ઘરમાં છુપવાનારો સમસુદીન પીરઝાદા મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખીજડિયા ગામનો વતની છે અને ઝીંઝુડા ગામનો ભાણેજ હોય છેલ્લા દોઢેક વર્ષથી તે ઝીંઝુડા ગામે રહેવા આવ્યો હોવાનું અને અહીં દોરા, ધાગા અને જોવાનું કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું ગામના જ સમસુદીનભાઈ જણાવે છે.વધુમાં ઝીંઝુડા ગામના આગેવાન એવા સમસુદીનભાઈ કહે છે કે, ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઇ ગયેલા સમસુદીને અમારા ગામને કલંકિત કર્યું છે. આ ગામના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી.