દીકરાના ખભે જવાબદારી:હળવદ દુર્ઘટનામાં એક જ પરિવારના છ લોકોના મોત બાદ હવે બચી ગયેલા સભ્યો ઈજાગ્રસ્ત દીકરાના સહારે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ વાગડના સોમાણી પરિવાર દીવાલ દુર્ઘટનામાં એક સાથે છ સભ્યોના મોત બાદ બેસહારા બની ગયો
  • મીઠાના કારખાનામાં દીવાલ પડતા એક પરિવારના 6 સહિત 12 લોકોના મોત થયા હતા

હળવદમાં ગઈકાલે મીઠાના કારખાનામાં દીવાલ પડતા 12 લોકોના મોત થયા હતા. જેમાં એક જ પરિવારના 6 લોકોના મૃત્યું થયા હતા. ત્યારે પરિવારના છ સભ્યો ગુમાવનારા રમેશભાઈ સોમાણીના પરિવારમાં હવે રમેશભાઈના પત્ની, બે પુત્રી, પૌત્રી અને ઈજાગ્રસ્ત સંજયભાઈ જ બચ્યા છે.

આ ગોઝારી ઘટનાની કરુણતા તો એ છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનારા રમેશભાઈના પુત્રની એક દીકરીએ માતા અને પિતાની છત્રછાયા ગુમાવતા હવે દાદી અને કાકાનો સહારો જ રહ્યો છે.

હળવદ દુર્ઘટનામાં ગઈ કાલે કચ્છના વાગડના સોમાણી વાંઢના વતની એવા રમેશભાઈ મેઘાભાઈ કોળીનો પરિવાર પળવારમાં હતો ન હતો થઈ ગયો છે. રમેશભાઈ અને તેમના જુવાનજોધ પુત્ર, પુત્રવધુ, દીકરી,પૌત્રી સહિતના છ-છ લોકોના આ ગોજારી દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યાં બાદ હવે આ પરિવારમાં રમેશભાઈના પત્ની શારદાબેન, દીકરી હિરલ, જાનકી, સોનલ અને મૃતક પુત્ર દિલીપભાઈની એક પુત્રી બચી છે અને નાનો પુત્ર આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બનતા હાલમાં અમદાવાદ ખાતે સારવારમાં છે.

અન્ય સમાચારો પણ છે...