પરિવાર પર બેવડો આઘાત:હળવદમાં પિતાના મોત બાદ આઘાતમાં પુત્રએ ઝેરી દવા ગટગટાવી, સારવારમાં મોત

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં પિતાના મોત બાદ આઘાતમાં પુત્રએ ઝેરી દવા ગટગટાવી, સારવારમાં મોત - Divya Bhaskar
હળવદમાં પિતાના મોત બાદ આઘાતમાં પુત્રએ ઝેરી દવા ગટગટાવી, સારવારમાં મોત
  • પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી

હળવદ શહેરના સાનિધ્ય બંગલોમાં રહેતા બ્રાહ્મણ યુવાનના પિતાનું 15 દિવસ પહેલા અવસાન થયું હતું. જેને લઈ આઘાતમાં સરી પડેલા યુવાન પુત્રએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. જેથી પરિવાર પર બેવડા આઘાતથી ગમગીનીનો માહોલ સર્જાયો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર આવેલા સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા રવિભાઈ વિજયભાઈ ઉપાધ્યાય નામના યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સૂત્રોના જણાવ્યાં મુજબ મૃતક યુવાનના પિતાનું પંદરેક દિવસ પહેલા જ મૃત્યુ નીપજ્યું હોય આઘાતમાં સરી પડેલા યુવાને આ પગલું ભર્યાનું મનાઈ રહ્યું છે.

આ મામલે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે. ત્યારે પરિવારમાં પંદર જ દિવસમાં બે વ્યક્તિના અકાળે મોતના પગલે પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...