પરીપત્ર જાહેર:થાનગઢ પાલિકાની મુદત પૂર્ણ થતા મામલદાર વહીવટ સંભાળશે

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગનો છબરડો: પહેલાં થાન અને સુરેન્દ્રનગર બંન્ને પાલિકામાં વહીવટદાર શાસન જાહેર કર્યાં

ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 8 મુજબ નગરપાલિકાઓની મુદત પ્રથમ બેઠકથી 5 વર્ષ સુધીની હોય છે.જે મુદત પુરી થાય તે પહેલા સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે.પરંતુ નિવૃત મુખ્ય ન્યાયાધીશ કે.એસ.જવેરીના અધ્યક્ષ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરાઇ છે.જે રાજ્ય સરકારને અહેવાલ સોંપનાર છે.તેની મુદત સામાજીક અધિકારીતાના વિભાગ દ્વારા ઠરાવથી લંબાવાઇ છે.

આથી રાજ્ય ચૂંટણી આયોગના પત્રથી જ્યાં સુધી સમર્પિત આયોગને ભલામણ સોંપવામાં ન આવે ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ ચૂંટણી યોજાઇ શકે તેમ ન હોવાથી વહિવટ દારની નિમણુંક કરવા જણાવાયુ હતુ.આથી ગુજરાત શહેરી ગૃહ નિર્માણ વિભાગ નાયબ સચિવ દ્વારા ફેબ્રુઆરી 2023 સુધીમાં મુદત પુર્ણ થઇ હોય તેવી પાલિકાઓમાં વહિવટદારની નિમણુંક કરતો પરીપત્ર તા.3-3-23ના રોજ જાહેર કર્યો હતો.

જેમાંસી ક્લાસની થાન પાલિકામાં મામલતદાર અને એ ક્લાસની સુરેન્દ્રનગર પાલિકામાં વઢવાણ પ્રાંત ઓફિસરની નિમણુંક કર્યાનું દર્શાવ્યુ હતુ.બાદમાં ધ્યાને આવતાકે સુરેન્દ્રનગર પાલિકાની મુદત પુરી ન થયાનું ધ્યાને આવતા તા.3-3-23 પરીપત્ર ફેરફાર કરી સુરેન્દ્રનગર પાલિકાની મુદત પુર્ણ ન થઇ હોવા છતા શરતચુકથી દર્શાવવામાં આવેલ હોવાથી આ નગરપાલિકાનો પુરત વહિવટદારની નિમણુંકનો હુકમ રદ કરવામાં આવે છેનું પરીપત્ર જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...