સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ છે. ત્યારે હવે ધો. 3થી 8ના બાળકોની પરીક્ષા હાથ ધરવામાં આવનાર છે. આથી તા.18 થી 28 એપ્રિલ દરમિયાન પરીક્ષા લેવાશે. કોરોના કાળમાં 2 વર્ષ માસ પ્રમોશન મેળવ્યા બાદ પ્રથમ વાર બાળકો ઓફલાઇન પરીક્ષા આપનાર છે.
ગુજરાત રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાની પ્રથમ લહેરથી જ વિદ્યાર્થીઓના સ્વાસ્થય હિતને ધ્યાને લઇ માર્ચ 2020માં શાળાઓ બંધ કરાઇ હતી. આથી વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષથી ઓનલાઇન શિક્ષણ પર નિર્ભર બની ગયા હતા.
પ્રાથમિક શાળાના બાળકોને 2 વર્ષ માસ પ્રમોશન અપાયા હતા. પરંતુ ધીમેધીમે કોરોનાની અસર અને સંક્રમણ ઘટતા જનજીવન સામાન્ય થતાશેરી શિક્ષણ અને ત્યારબાદ કોલેજો અને ધો.10થી 12ના વિદ્યાર્થીઓને ત્યારબાદ ધો.6થી 8ની શાળાઓનું તા.2 સપ્ટેમ્બરથી અને ધો.1થી 8નું તા.7 ફેબ્રુઆરી 2022થી શાળા 100 ટકા હાજરીથી શરૂ કરાઇ હતી.
હાલ મંગળવાર બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઇ હતી.ત્યારે ધો.3થી 8ની પરીક્ષાઓનું આયોજનનો ધમધમાટ શરૂ કરાયો છે. આથી જિલ્લાની 950થી વધુ સરકારી શાળમાં આગામી તા.18થી 28 એપ્રિલ દરમિયાન પરીક્ષા યોજાનાર છે. જેમાં 18થી20 દરમિયાન ધો.3થી 5 અને તા.21થી 28 દરમિયાન ધો.6થી 8ની પરીક્ષા લેવાનાર છે.
6 વિષયનાં પેપર રાજ્યભરમાં સરખાં બાકીનાં પેપર સ્કૂલો કાઢશે
તમામ શાળાઓમાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન અને પર્યાવરણના પ્રશ્નો રાજ્યભરમાં એક સમાન લેવાશે. જ્યારે બાકીના વિષયોની પરીક્ષા સ્કૂલો પોતાની રીતે સ્વૈચ્છિક લઇ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.