કામગીરી:ખાતાકીય પરીક્ષા પાસ કરીને જિલ્લામાં નવા આવેલા 18 PSIને ફરજ સોંપાઇ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજયમાં ખાતાકીય પરિક્ષા પાસ કરીને પીએસઆઇ થયેલા અન્ય જિલ્લાના પીએસઆઇની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત દ્વારા નવા આવેલા પીએસઆઇની જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ સોંપતા ઓર્ડરો કરવામાં આવ્યા હતા.

જેમાં જે.બી. મીઠાપરાને ધ્રાંગધ્રા ડીવાયએસપી રીડરથી ચૂડા, કે.એચ. ઝણકાતને લીંબડી સેકન્ડ પીએસઆઇથી સુરેન્દ્રનગર એ ડિવિઝન, એચ.એચ. જાડેજાને પાણશીણા, એમ.એ. શૈયદને ધ્રાંગધ્રા સિટી, એ.એમ.ચુડાસમાને થાન, ટી.જે. ગોહીલને લીંબડી સેકન્ડ પીએસઆઇ, એ.એચ.ઇસરાનીને ચોટીલા, એચ.એસ.જાડેજાને સુરેન્દ્રનગર બી ડિવિઝન સેકન્ડ, બી.કે.મારૂડાને ધ્રાંગધ્રા તાલુકા,એસ.એમ.શૈખને વઢવાણ સેકન્ડ, ડી.એલ.પરમારને પાટડી, પી.આર.મોડને સાયલા સેકન્ડ, વી.આઇ. ખડીયાને થાન, એમ.બી. પઢિયારને એસઓજી, એસ.પી. ઝાલાને પેરોલ ફર્લો, એલ.ટી. ડામોરને ટ્રાફિક સેકન્ડ ખાતે અર્ડરો આપવામાં આવ્યા હતા.એક સાથે આટલા પીએસઆઇ જિલ્લામાં આવતા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવણીની સાથે પોલીસની કામગીરી સરળ બનશે.

અન્ય સમાચારો પણ છે...