તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલ્ટીમેટમ:મોરબી બાદ હળવદમાં પણ કોરોના બેકાબુ બનતા પોલીસ એક્શન મોડમાં આવી

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હળવદમાં ચા-પાનના ધંધાર્થીઓને ભીડ એકત્રિત નહી કરવા પોલીસનું અલ્ટીમેટમ
 • આજથી હળવદમાં પોલીસ એક્શન મોડમાં : કલમ 144ની ચુસ્ત અમલવારી કરાવાશે

હળવદ સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારી ફરી બેકાબૂ બનતા સ્થિતી ગંભીર બની છે. ત્યારે ગઇકાલથી હળવદમાં કલમ 144 લાગુ કરાઇ છે. તેવા સમયે ભીડભાડવાળી જગ્યાઓ પર ગુરૂવારે મોડી સાંજે હળવદ પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ હળવદમાં કલમ 144ની કડક હાથે અમલવારી કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ.

હળવદમાં પાછલા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરુવારે હળવદ પોલીસ મથકના પી.આઇ પી.એ.દેકાવાડીયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાઓ ઉપર જઈ પ્રથમ વખત તો સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ આજથી કોઇની પણ શેહ-શરમ રાખ્યા વિના પોલીસ કલમ 144નું ચુસ્તપણે અમલવારી કરાવશે.

સાથે જ હળવદમાં ચા-પાનના ધંધાર્થીઓએ તેમજ ખાણીપીણીના ધંધાર્થીઓએ લોકોની ભીડ એકઠી ન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તેમજ જ્યારે પણ બહાર નીકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને નીકળે તેવી પણ પોલીસ દ્વારા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો