તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:જિલ્લામાં મરચા બાદ હળદરના ભાવમાં પણ ગત કરતા આ વર્ષે અંદાજે રૂ.40નો વધારો

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ વખતે  હવામાન અનુકુળ ન હોવાથી મરચાનો છોડ યોગ્ય નહી ઉગતા અને રોગચાળાના લીધે ખેડૂતો પરેશાન બન્યા હતા. - Divya Bhaskar
આ વખતે હવામાન અનુકુળ ન હોવાથી મરચાનો છોડ યોગ્ય નહી ઉગતા અને રોગચાળાના લીધે ખેડૂતો પરેશાન બન્યા હતા.
  • વેપારીઓને મોંઘવારી અને યાર્ડનો ખર્ચ વધતા ભાવમાં વધારો થયો

સુરેન્દ્રનગર શહેર સહિતના વિસ્તારોમાં જુદા જુદા પ્રકારની હળદરનુ આગમન થયુ છે. ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે હળદરના ભાવમાં અંદાજે રૂ. 40નો વધારો હોવાનું બહાર આવ્યુ હતુ. મરચા બાદ હળદર પણ બજારમાં મોંઘી થતા ગૃહિણીઓ પરેશાન બની છે.ચુડા અને વઢવાણમાં 1 હજાર વિઘામાં વાવેતર થયુ હતુ અને વખતે હવામાન અનુકુળ ન હોવાથી મરચાનો છોડ યોગ્ય ઉગ્યો જ નહી અને રોગચાળાના લીધે 20 ટકા ઉત્પાદન ઘટ્યુ હતુ. ખેડૂતો પાસે ઓછા ભાવે લઇ વેપારી 25 ટકા વધુ ભાવે મરચાનુ વેચાણ કરી રહ્યા છે અને ઓછુ ઉત્પાદન અને રોગચાળો આ ભાવ વધારાનું મુખ્ય કારણ બન્યો છે.

ગત વર્ષ કરતાં આ વર્ષે હળદરના ભાવમાં વધારો થતા બજારમાં મંદી જેવો માહોલ છવાયો હતો.
ગત વર્ષ કરતાં આ વર્ષે હળદરના ભાવમાં વધારો થતા બજારમાં મંદી જેવો માહોલ છવાયો હતો.

પરિણામે મરચા પણ મોંઘા બનતા મહિલાઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે. ત્યારે હવે જિલ્લાની બજારોમાં હળદર પણ મોંઘી બની હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે 2019-2020માં સેલમ હળદરના પ્રતિ કિલોએ રૂ. 110 થી 190 અને રાજાપુરી હળદરના રૂ. 90 થી 110 ભાવ હતો. જેની સામે 2020-21માં સેલમ હળદરના રૂ. 150 થી 200 અને રાજપુરી હળદરના રૂ. 140 થી 170 પ્રતિકિલો ભાવ રહ્યો છે.

આમ હળદરના ભાવમાં આ વર્ષે અંદાજે રૂ. 40 નો વધારો દેખાતા ગૃહિણીઓ પરેશાન બની છે. આ અંગે સાજીદભાઈ કોંઢીયા, મોહબતભાઈ ટાસરીયા, રમીઝભાઈ કોંઢીયા વગેરે વેપારીઓએ જણાવ્યું કે, વેપારીઓને હળદર સહિતની વસ્તુ લાવવી મુશ્કેલ બની છે. મોંઘવારી, યાર્ડનો ખર્ચ વધી જતા ગ્રાહકોને પણ હળદર ખરીદવી મોંઘી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો