તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટડીના રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખરની છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર સંખ્યા 4451 નોંધાઇ હતી.ત્યારે ઘૂડખર અભયારણ્યને 22 માર્ચ 2020ના જનતા કરફ્યુના દિવસથી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયા બાદ ચોમાસાના ચાર મહિના અભયારણ્ય પ્રાણીઓના સંવનનકાળના પગલે પ્રવાસીઓ માટે બંધ રહે છે અને છેલ્લે બર્ડ ફ્લુના પગલે ઘૂડખર અભયારણ્ય સહિતના સાત અભયારણ્યો પ્રવાસીઓ માટે બંધ હતા. અને હવે એક વર્ષના લાંબા સમયગાળા બાદ અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
લોકબોલીમાં ઘૂડખર તરીકે ઓળખાતા અને ધરતી પર નામશેષ થવાની અણી પર આવી ગયેલા જંગલી ઘૂડખરના રક્ષણ માટે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ 1973માં કચ્છના રણના 4954 ચોરસ કિ.મી.વિસ્તારને ઘૂડખર અભયારણ્ય તરીકે રક્ષિત કરવામાં આવ્યો હતો. પોતાની અસાધારણ ગતિ અને જોમ માટે જાણીતું આ વેગવાન પ્રાણી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટૂંકા અંતર માટે 70 કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ગતિથી દોડી શકે છે. વધુમાં ઉષ્ણતામાનમાં થતા 1 ડીગ્રી સેલ્સીયસથી માંડીને 50 ડીગ્રી સેલ્સિયસ જેટલા ફેરફારો અને અત્યંત વિષમ વાતાવરણીય પરિસ્થિતિઓમાં પણ આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે.
ઘૂડખર અભયારણ્ય માટે વર્ષ '2020' કોરોનાનું ગ્રહણ લઇને આવ્યું હતુ. ગત તા. 22 માર્ચ 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા જનતા કરફ્યુ બાદ કોરોના લોકડાઉનમાં અભયારણ્ય પ્રવાસીઓ માટે સદંતર બંધ હતુ. ત્યાર બાદ ચોમાસાની સીઝન શરૂ થતા દુર્લભ ઘૂડખર માટે બ્રીડીંગનો સમયગાળો શરૂ થાય છે.આથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારો સહિત તમામ વ્યક્તિઓ અને પ્રવાસીઓ માટે ઘૂડખર અભયારણ્યમાં પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. આથી તા. 16/06/2020થી તા. 15/10/2020 સુધી ચાર મહિના સુધી ઘૂડખર અભયારણ્ય સહિત ગુજરાતનાં તમામ 27 અભયારણ્યોમાં કોઇને પણ પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી નહોતી.
હજી આ ઘૂડખર અભયારણ્ય શરૂ થાય એ પહેલા જ રણમાં જોવા મળતા પક્ષીઓમાં બર્ડ ફ્લુના પગલે ઘૂડખર અભયારણ્ય સહિત ગુજરાતનાં કુલ સાત અભયારણ્યો અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવતા ઘૂડખર અભયારણ્યને વર્ષ 2020માં કોરોનાનું ગ્રહણ લાગતા પ્રવાસન ઉદ્યોગને ખુબ મોટી અસર જોવા મળી હતી. અને હવે એક વર્ષના લાંબા સમયગાળા બાદ ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાતા વર્ષ 2021માં પ્રવાસન ઉદ્યોગને ફરી વેગ મેળવવાની આશા બંધાઇ હોવાનું બજાણા ઘૂડખર અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઇ રાઠવાએ જણાવ્યું છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.