વાતાવરણ:જિલ્લામાં 3 દિવસ બાદ ફરી પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે લઘુતમ 28.4, મહત્તમ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું

જિલ્લામાં છેલ્લા 3 દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા થતા તાપમાન ઘટ્યું હતું. ત્યારે ગુરુવારે ફરી ગરમીમાં વધારો થતા તાપમાનનો પારો 41 વટાવી ગયો હતો. જેમાં લઘુતમ તાપમાન 28.4 અને મહત્તમ 41.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારથી સાંજ સુધીમાં લોકોએ 13.1 ડિગ્રી તાપમાન ફેરફાર અનુભવ્યો હતો.જિલ્લામાં જૂન મહિનો પ્રારંભે આકરો તપ્યા બાદ ધીમેધીમે તાપમાન ઘટતું રહ્યું હતું. જ્યારે છેલ્લા 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનનો પારો 1.5 ડિગ્રી સુધી ઘટી ગયો હતો. આથી શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી હતી.

જ્યારે ગુરુવારે ફરી તાપમાનનો પારો ઉંચકાવા સાથે 41 ડિગ્રી પાર કરી ગયો હતો.જિલ્લામાં ગુરુવારે લઘુતમ તાપમાન 28.4, મહત્તમ તાપમાન 41.5 નોંધાયું હતું. જ્યારે હવાની ગતિ 21 કિમી અને વાતાવરણમાં ભેજ 53 ટકા નોંધાયો હતો. જિલ્લાવાસીઓએ 1 દિવસમાં 13.1 ડિગ્રી તાપમાનમાં ફેરફાર અનુભવ્યો હતો. જ્યારે જિલ્લામાં આગામી 7 દિવસમાં ગુરૂવારથી આગામી બુધવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ 7 દિવસ દરમિયાન તાપમાન 28થી 29 ડિગ્રી લઘુતમ અને મહતમ 40થી 42 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...