તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાએ ફરી ગતિ પકડી:26 દિવસ બાદ જિલ્લામાં કોરોનાનો આંક ડબલ ડિજિટમાં : 16 સંક્રમિત

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વઢવાણ GIDCમાં સનસાઈન ફાસ્ટનર્સ પ્રા.લી ખાતે કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં પાલિકા પ્રમુખ સહિત હાજર રહ્યાં હતાં. - Divya Bhaskar
વઢવાણ GIDCમાં સનસાઈન ફાસ્ટનર્સ પ્રા.લી ખાતે કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં પાલિકા પ્રમુખ સહિત હાજર રહ્યાં હતાં.
 • ઝાલાવાડમાં 87 એક્ટિવ કેસ
 • વધતા કેસોની સામે કોરોનામુક્ત દર્દીઓના આંકમાં ઘટાડાથી ચિંતા વધી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવાર એક દિવસમાં કોરોનાના 16 પોઝિટીવ કેસો આવતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. બુધવારે 8 કેસો આવ્યા બાદ તા. 25 માર્ચે 16 કેસો આવતા બેગણો કોરોનાના પોઝિટીવ કેસોમાં વધારો નોંધાયો હતો. જેના કારણે હાલ જિલ્લામાં 87 કોરોના એક્ટિવ કેસો રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસોએ ઝડપી પકડી હોય તેવા માહોલ સર્જાયો છે. એક તરફ લોકોને કોરોનાની રસી દેવા તંત્ર મથુ રહ્યુ છે. તો બીજી તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે તા. 25 માર્ચને ગુરૂવારે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં 16 કોરોનાના પોઝિટીવ કેસો આવ્યા હતા. જેના કારણે જિલ્લામાં કુલ પોઝિટીવ કેસનો આંક 3525 પર પહોંચ્યો હતો. જ્યારે ગુરૂવારે એકપણ મોત ન થતા મોતનો આંક 228એ તેમજ કોઇ દર્દી કોરોનામુક્ત ન બનતા 3210એ આંક અટક્યો હતો. આમ જિલ્લામાં 26 દિવસ બાદ કોરોના આંક ડબલ ડિઝીટમાં આવતા તંત્રમાં દોડધામ મચી હતી. હાલ જિલ્લામાં કુલ 87 એક્ટિવ કેસ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો