તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતની લાગણી:વઢવાણના સતવારાપરામાં 20 વર્ષ બાદ પીવાના પાણીની પાઇપલાઈન નખાઈ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીના ટેન્કર મંગાવીને લોકો પીવાનું પાણી પીતા હતા

વઢવાણ વોર્ડ નં.13ના સતવારાપરા નીતીવાડી વિસ્તારમાં પીવાના પાણીની લાઈન ન હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરતા હતા. ત્યારે રૂ. 10 લાખના ખર્ચે આ વિસ્તારમાં પાણીની પાઇપલાઈન નાંખવાનું ખાતમૂર્હુત કરાતા રહીશોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

સુરેન્દ્રનગર, વઢવાણ, દૂધરેજ સંયુક્ત પાલિકા બન્યા બાદ પણ અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાલિકાના વોર્ડ નં. 13 જેરામપરા 6ની પાછળ આવેલા સતાવરાપરા નીતીવાડી વિસ્તારમાં અંદાજે 55થી ‌વધુ રહેણાંક મકાનોમાં રહીશો વસવાટ કરી રહ્યાં છે. પરંતુ આ વિસ્તારમાં 20 વર્ષથી લોકો પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવીને પીવાનું પાણી ભાળતા હતા.

આ ઉપરાંત પાલિકા દ્વારા પણ એક વર્ષથી મફત પાણીના ટાંકા મોકલીને પાણી પૂરું પાડયુ હતુ. આ વિસ્તારના જે તે સમયના પૂર્વ પ્રમુખ તેમજ સદસ્યો દ્વારા પણ આ વિસ્તાર માટે પાણીની પાઇપલાઈન માટે ઉદાસીનતા દાખવી હોવાની લોકોમાં બૂમરાણો ઉઠી હતી. ત્યારે ગુરૂવારે રૂ. 10 લાખના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઈન નાંખવાનું ખાતમૂર્હુત વોર્ડના સદસ્ય જગદીશભાઈ પરમાર, સરસ્વતીબેન કણઝરીયા, હંસાબેન હરીલાલ સોલંકી, હિતેન્દ્રસિંહ મોરી, બહાદુરસિંહ સોલંકી સહિતની લોકોની ઉપસ્થિતિમાં કરાયું હતુ. આગામી સમયમાં આ વિસ્તારમાં ભૂર્ગભ ગટર તેમજ રસ્તાઓની પણ સુવિધા ઉભી કરવાનું જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...