ચૂંટણીની રાહ:જિલ્લાની 41 પંચાયતમાં વહીવટદાર શાસન; 31 ગ્રામ પંચાયતની મુદત 2022માં, 10 પંચાયતોની 2023માં પૂરી થઈ

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિસેમ્બર 2021માં ગ્રામપંચાયતોની ચુંટણી બાદ જે ગ્રામપંચાયતોની મુદત પુરી થતી હોય તેની ચૂંટણી યોજાનાર હતી.પરંતુ સુપ્રિમકોર્ટે સ્થાનીક સ્વરાજની ગ્રામપંચાયતોમાં ઓબીસીની જનસંખ્યાના આધારે બેઠકો નક્કી કરવાનું નક્કી કર્યુ છે.આથી જિલ્લાની 41 ગ્રામપંચાયતોમાં વહિવટદાર શાસન લાગુ છે.જેમાં સૌથી વધુ દસાડા અને સૌથી ઓછી થાન તાલુકાની છે.જ્યારે ધ્રાંગધ્રા કલ્યાણ પુરની મુદત આજે પુર્ણ થશે અને માનપુરની 18-11-23નારોજ પુર્ણ થનાર છે.

સુરેન્દ્રનગર જિલ્લાન કુલ 540 ગ્રામપંચાયતોમાંથી 497 ગ્રામપંચાયતોની ડિસેમ્બર 2021માં ચૂંટણી યોજાઇ હતી.જેના પરીણામો આવી ગયા બાદ બાકી રહેતી ગ્રામપંચાયતોની મુદત 2022-2023માં પુરી થાય અને ચૂંટણી આવવાની હતી.પરંતુ સ્થાનિક સ્વરાજ સંસ્થામાં ઓબીસી અનામત માટે કમીશનની રચના કરી જે રીપોર્ટ તૈયાર કરાઇ રહ્યો છે. સોંપશે તેની પ્રક્રિયા ચાલુ હોવાથી ચૂંટણી હાલ યોજાઇ શકે તેમ નથી.આથી સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2022માં 32 ગ્રામપંચાયત અને 2023માં 10 ગ્રામપંચાયતોની મુદત પુરી થઇ જતા હાલ પુરતુ વહિવટદાર શાસન લાગુ કરી કામ ચલાવી રહ્યુ છે.

જો આયોગને રીપોર્ટ બાદ પણ ચૂંટણી આયોગને 2 માસ જેટલો સમય જોઇએ.આમ આમ ઓબીસી અનામત મુદ્દે મામલો ગુંચવાતા ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી છે.ત્યારે જિલ્લાની 42 ગ્રામપંચાયતોમાં સરપંચ અને સભ્યો બનવા ઉમેદવારો ચૂંટણીની રાહમાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે દસાડાની 13, ચોટીલા 3, મુળી 4, વઢવાણ 8, લીંબડી 7,સાયલા 2, ધ્રાંગધ્રા 3, થાન 1માં વહિવટદાર છે.જ્યારે ધ્રાંગધ્રા કલ્યાણ પુરની મુદત આજે તો8-3-2022ના રોજ પુરી થાય છે અને છેલ્લી ગ્રામપંચાયત માનપુરની 18-11-2023ના રોજપુરી થાય છે.

અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવાને લઇ મામલો ગૂંચવાયો
ગ્રામપંચાયતોની મુદત પ્રથમ બેઠકથી 5 વર્ષ સુધીની હોય છે.જે મુદત પુરી થાય તે પહેલા સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. નિવૃત મુખ્ય ન્યાયાધીશ કે.એસ.જવેરીના અધ્યક્ષ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરાઇ છે. રાજ્ય સરકારને અહેવાલ સોંપનાર છે.તેની મુદત સામાજીક અધિકારીતાના વિભાગ દ્વારા ઠરાવથી લંબાવાઇ છે. આથી રાજ્ય ચૂંટણી આયોગના પત્રથી જ્યાં સુધી સમર્પિત આયોગને ભલામણ સોંપવામાં ન આવે ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ ચૂંટણી યોજાઇ શકે તેમ ન હોવાથી વહીવટદારની નિમણુંક કરવા જણાવાયું હતું.

આ રીતે વહીવટદાર શાસન
કોઇ પણ ગ્રામપંચાયતની પ્રથમસભા મળ્યા બાદ મુદતપુરી થયે ચૂંટણી જાહેર કરવાની હોય છે.પરંતુ જો કોઇ કારણોસર ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટદાર તરીકે નજીકના ગામના સિનિયર તલાટી ફરજ સંભાળે છે. તેઓ સરપંચના તમામ કાર્યો કરે છે. જ્યાં સુધી નવા સરપંચ ચૂંટાઇ ન આવે ત્યાં સુધી પરંતુ ઘણીવખત એક થી વધુ સ્થળે તલાટીઓ ઇનચાર્જ તરીકે હોવાથી ગામના કામોને અસર થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...