સુવિધા:ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલમાં વધારાના કોચ જોડાશે

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-મુંબઇ સેટ્રલ અને ઓખા સોમનાથ એકસપ્રેસ ટ્રેનમાં વધારાના કોચ જોડવાનું આયોજન કર્યું છે. જિલ્લામાંથી અવર જવર કરતા મુસાફરોને આ સુવિધાનો લાભ મળશે. કોરોના કાળબાદ હાલ જીવન ફરી પાટે ચડી રહ્યુ છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા પણ મુસાફરોની સુવિધા માટે ધીમે ધીમે કાર્યવાહી હાથ ધરી છે. હાલ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનની 2 જોડી ટ્રેનમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું કે ઓખા-મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલમાં ઓખાથી 04-03-2022થી 03-04-2022 સુધી અને મુંબઈ સેન્ટ્રલથી 01-03-2022થી 31-03-2022 સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે. ઓખા-સોમનાથ-ઓખા એક્સપ્રેસમાં ઓખાથી 02-03-2022થી 01-04-2022 સુધી અને સોમનાથથી 03-03-2022થી 02-04-2022 સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...