તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રમાં દોડધામ:ઝાલાવાડમાં દોડતી ST બસોમાં હવે ગંદકી જોવા મળશે તો કાર્યવાહી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
જિલ્લાના ડેપોમાં બસોની સફાઇ સાથે ચોખ્ખી રાખવાના આદેશો થયા છે. ત્યારે સુરેન્દ્રનગર ડેપોમાં સફાઇ સાથે એસટી બસોની. - Divya Bhaskar
જિલ્લાના ડેપોમાં બસોની સફાઇ સાથે ચોખ્ખી રાખવાના આદેશો થયા છે. ત્યારે સુરેન્દ્રનગર ડેપોમાં સફાઇ સાથે એસટી બસોની.
 • બજેટ ફાળવાતું હોવા છતાં સફાઈ કરાતી નથી, દંડનીય કાર્યવાહી થશે
 • 4 ડેપોમાં 160થી વધુ બસને ચોખ્ખી રાખવા તંત્રમાં દોડધામ

એસટી નિગમના જુદા જુદા ડેપોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં એસટી બસોમાં સફાઇનો અભાવ ધ્યાને આવતા તંત્ર દ્વારા ડેપો મેનેજરોને આ સફાઇ નિયમત સહિતના નિયમો સાથે થવી જોઇએ તેવો આદેશ કરાતા જિલ્લાના ડેપો મેનેજરોમાં દોડધામ મચી હતી. એસટી નિગમ દ્વારા બસોની સાફ સફાઇ માટે જરૂરી ગ્રાંટ આપવા છતાં સફાઇ નહી થતી હોવાનું આકસ્મિક તપાસમાં બહાર આવ્યુ હતુ. આથી બસોની અનિયમિત સફાઇના મામલે દંડની કાર્યવાહી નિગમ દ્વારા કરાશે. બસોની નિયમિત સફાઇ થાય તેનું યોગ્ય મોનિટરિંગ કરવા એસટી નિગમે ડેપો મેનેજરોને આદેશ કર્યો છે.

ચકસાણી દરમિયાન અન્ય ડિવિઝન તેમજ ડેપોની બસોની સફાઇ નહીં થયાનું માલુમ પડશે તો દંડનીય કાર્યવાહી કરવાનુ બહાર આવવ્યુ છે. ત્યારે આ આદેશના પડઘા જિલ્લાના ચાર ડેપો પર પડ્યા છે. કારણ કે, રાજકોટ એસટી ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા તેમજ ચોટીલા ડેપોમાંથી અંદાજે 160થી વધુ બસો મુસાફરો માટે દોડાવવામાં આવી રહી છે. પરિણામે નિગમ દ્વારા થયેલા આદેશ મુજબ સફાઇમાં અનિયમિતતા જોવા મળશે તો ડેપો મેનેજર જવાબદાર ઠેરાશે.

જેને લઇને જિલ્લાના ડેપો મેનેજરોમાં પણ એસટી બસોની અંદર-બહારની સફાઇને લઇને દોડધામ મચી છે. આ અંગે રાજકોટ એસટી વિભાગીય નિયામક વાય.કે.પટેલે જણાવ્યું કે, ઉચ્ચકક્ષાએથી મળેલી સૂચના મુજબ ડેપોના મેનેજરોને જાણ કરાઇ છે. આ આદેશનું પાલન ધ્યાને નહીં આવે તેઓની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો