વસૂલાત:જિલ્લામાં 1 વર્ષમાં નિયમોનો ભંગ કરતા 161 એકમ સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીએ મુદ્રાંકન ફી પેટે રૂ.47.32 લાખની વસૂલાત કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા 161 એકમો સામે એક વર્ષમાં કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં મુદ્રાંકન ફી પેટે રૂ.47.32 લાખની વસુલાત કરાઇ હતી.જેમાં મુદ્રાંકન ન કરાવેલા 35, છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવાની 29, ઓછા વજન માપની 26, વધુ ભાવ લેવાના 41 અને ઓનલાઈન ઈ - કોમર્સ પ્લેટ ફોર્મ પર તેમજ અન્ય સાઇટ પર વેચામાં મૂકાતી વસ્તુના 10 એકમો સામે નિયમ ભંગની કાર્યવાહી કરાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રાહકોને ઓછા વજન વાળી વસ્તુ, છાપેલી કિંમત કરતા વધુ ભાવે સહિત ફ્રોડ કરી છેતરવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા આવી ફરીયાદોના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં 161 એકમો સામે એક વર્ષમાં કાર્યવાહી હાથ ધરી રૂ.47.32 લાખની વસુલાત કરાઇ હતી.આ અંગે જિલ્લા તોલમાપ વિભાગના મદદનીશ નિયંત્રક જે.એચ આદેસરા, નિરીક્ષક આર. એસ. રાઠોડ, એન.વી.ધરજીયાએ જણાવ્યુ કે ટીમ દ્વારા વર્ષ 2022માં ગ્રામ્ય, શહેરી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.જેમાં જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ તથા સી.એન.જી પંપ, વે-બ્રિજ તેમજ ઇલેક્ટ્રીક અને સાદા વજનકાંટાની વાર્ષિક તથા દ્વિ વાર્ષિક ચકાસણી મુદ્રાંકન ફી પેટે રૂ.47,32,465 વસુલ કરાયા હતા.જેમાં મુદ્રાંકન ન કરાવેલ હોય તેવા 35 વેપારી પાસેથી રૂ.26 હજાર ફી વસુલ કરાઇ હતી.

ઓછા વજન આપવા બાબતે તેમજ પેકીંગ પર છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે 29 ફરિયાદ મળતાક તપાસમાં 26 એકમો સામે રૂ.35,250 તેમજ 41 એકમો સામે વધુ ભાવ લેવા રૂ.88 હજાર ફી વસુલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...