તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દયતા:હળવદ વધુ એક ગૌવંશ ઉપર એસિડ એટેક થતાં ગૌ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ વધુ એક ગૌવંશ ઉપર એસિડ એટેક થતાં ગૌ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો - Divya Bhaskar
હળવદ વધુ એક ગૌવંશ ઉપર એસિડ એટેક થતાં ગૌ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો
  • ઉપરા છાપરી ગૌવંશ ઉપર હુમલા થતાં લોકોમાં આક્રોશ

હળવદ પંથકમાં વધુ એક ગૌવંશ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદ તાલુકાના પલાસણ ગામે ગૌવંશ ઉપર નિર્દયતાપૂર્વક નરાધમોએ એસિડ એટેક કર્યો હોવાનું સામે આવતા ગૌ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમાંય ઉપરાછાપરી ગૌવંશ ઉપર હુમલા છતાં નેતા કે જવાબદાર અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે.

હળવદ તાલુકાના પલાસણ ગામે ગૌવંશ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા આ ગૌવંશ ઉપર કોઈ નરાધમોએ એસિડ એટેક કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ એસિડ એટેકમાં ગૌવંશને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે, ગૌપ્રેમીઓ દ્વારા આ ગૌવંશની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ ગૌવંશ ઉપર હુમલાઓ રોજિંદા બની જવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

હળવદ પંથકમાં ભૂતકાળમાં અનેક ગૌવંશ ઉપર હુમલના બનાવો બન્યા છે. તેમજ હમણાંથી ફરી ગૌવંશને નરાધમોએ ટાર્ગેટ કરીને એસિડ કે કુહાડી જેવા હથિયારોથી ઘાતક હુમલા કરતા હોવાનો સંખ્યાબંધ બનાવો બહાર આવ્યા છે. દરરોજ એક પછી એક ગૌવંશ હુમલાની ઘટના સામે આવે છે. પણ પોલીસ કે જવાબદાર નેતાએ ચુપકીદી સાધી લીધી હોય એમ કોઈ કાર્યવાહી ન કરતા નરાધમોની હિંમત વધી ગઈ છે અને પોલીસને પડકાર ફેકતા હોય એમ આવા હીંચકરા બનાવો ચાલુ રાખતા પોલીસ તંત્ર આ ચેલેન્જને સ્વીકારી નરાધમો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ તેવો સવાલ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...