તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:મૂળીમાં પોલીસ પર વાહન ચડાવવાના ગુનામાં આરોપીને 3 વર્ષની સજા

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CPIએ પશુ ભરેલી ગાડી રોકતાં ચાલકે ઉપર ચાવી દીધી હતી

મૂળી પોલીસને 5-5-2016ના રોજ પશુઓ ભરેલા વાહન અંગે બાતમી મળતા પોલીસ ટીમે શંકાસ્પદ વાહન નીકળતા સીપીઆઇ ગોહિલે અટકાવવા ઇસારો કરતા ચાલકે તેમની તરફ વાહન ચલાવી દીધું હતું. તેઓ ખસી જતા જીવ તો બચી ગયો હતો પરંતુ ઇજા થઇ હતી.આથી ભાગતા આરોપીને પકડવા માટે સીપીઆઇ ગોહિલે મૂળીના પીએસઆઇ અજયસિંહ પરમારને આ અંગે જાણ કરતા પીએસઆઇએ રેલવે પોલીસ સ્ટેશન પાસે પીકઅપ વાન અટકાવવા જણાવ્યું પરંતુ ચાલકે સ્ટાફ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો.

બાદમાં પોલીસે પીછો કરતા ચાલક વાહન મુકીને ભાગી ગયો હતો. તપાસ કરતા વાનમાં 7 ઢોર બાંધેલા મળી આવ્યા હતા. આ બનાવમાં આરોપી મનસુખ ઉર્ફે મુન્ના સુખાભાઇ ઝાલાને પોલીસે ઝડપી લીધો હતો.જ્યારે જેનો કેસ સુરેન્દ્રનગર મેઇન કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં સરકારી વકીલ એમ.પી.સભાણીએ બનાવ વખતે વાહનમાં ગેરકાયદે રીતે 7 પશુ ઘાસચારો કે પાણી વગર બાંધ્યા હોવાનો અને ચાલકે ફરજ પરના પોલીસ કર્મીઓને જાનથી મારી નાંખવાના ઇરાદે વાહન ચલાવી કચડવાનો પ્રયાસ કર્યો હોવાથી દાખલારૂપ સજા આપવા દલીલ કરી હતી. જે ધ્યાને લઇ ન્યાયાધીશ કુ.એસ.વી.પીન્ટોએ બન્ને પક્ષોને સાંભળી મનસુખ ઉર્ફે મુન્ના સુખાભાઇ ઝાલાને 3 વર્ષની સાદી કેદ અને 10 હજારના દંડની સજા કરી હતી.

જો દંડ ન ભરેતો 3 માસની સાદી કેદની સજા કરી હતી. જ્યારે પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ ધારા મુજબ રૂ.200 અને 10 દિવસની સજા કરી હતી. તથા પશુ સુરક્ષાધારા અંતર્ગત ગુનામાં 1 વર્ષની સાદી કેદની સજા રૂ.5 હજાર દંડની સજા અને જો દંડ ન ભરેતો 1 માસની સાદી કેદની સજા સંભળાવી હતી. જ્યારે આરોપીએ જેટલો સમય જ્યુડિશિયલ કસ્ટડીમાં ગાળ્યા તેને સજામાં મજરે આપવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...