ક્રાઈમ:મોડાસા દારૂના ગુનાનો આરોપી 3 વર્ષે પકડાયો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં વિવિધ ગુના આચરી નાસતા ફરતા શખ્સોને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ કડક આદેશો કર્યા છે. આ દરમિયાન લખતર પોલીસ મથકમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલની સૂચનાથી પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી ટીમને વિદેશી દારૂના ગુનાના ફરાર આરોપીની માહિતી મળી હતી.

આથી ટીમે દરોડો કરી લખતરના મહાકાળી મંદિર સામે રહેણાક મકાનમાંથી 41 વર્ષીય ઇદ્રીશ રસુલભાઇ ધંધુકીયાને ઝડપી લીધો હતો.આ શખ્સ સામે વર્ષ 2017માં અરવલ્લી જિલ્લાના મોડાસા પોલીસ મથકે વિદેશી દારૂનો ગુનો નોંધાયો હતો. આ શખ્સને હાલ ઝડપી લઇ લખતર પોલીસના હવાલે કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...