તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રતનપરના ખાણ વિસ્તારમાં તા. 24-10-17ના રોજ લગ્નેતર સબંધમાં પરિણીતાના પિતાની હત્યા કરવાનો બનાવ બન્યો હતો. જેમાં પરિણીતાને ભગાડી જનાર યુવકના ભાઇએ છરીના ઘા ઝીંકી ગલ્લે માવો ખાવા જતા પરિણીતાની પિતાની હત્યા કરી હતી. આ કેસ બુધવારે સુરેન્દ્રનગર ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતાં આરોપીને તકસીરવાન ઠેરવી કોર્ટે આજીવન કેદ, 25 હજારનો દંડ ફટકાર્યો છે.
રતનપરના ખાણ વિસ્તારમાં રહેતા નટુભાઇ શંકરભાઇ ઝીંઝુવાડીયાની પુત્રી પુજા ઉર્ફે ગુડ્ડીને આ જ વિસ્તારમાં રહેતો કલ્પેશ લાલજીભાઇ ઝીંઝુવાડીયા તા. 24-9-17ના રોજ ભગાડીને લઇ ગયો હતો. 2 સંતાનોની માતાને કલ્પેશ ભગાડી જતા નટુભાઇએ કલ્પેશના પરિવારને દિકરીને પાછી લાવી આપવાની વાત કરી હતી. જેમાં કલ્પેશના ભાઇ બળદેવે પોલીસ ફરિયાદ ન કરતા તેમ કહ્યુ હતુ. તેમ છતાં નટુભાઇએ જોરાવરનગર પોલીસ મથકે પુત્રીને લગ્ન કરવાના ઇરાદે કલ્પેશ લઇ ગયાની જાણવા જોગ અરજી કરી હતી.
આ વાતનું બન્ને પરિવાર વચ્ચે મનદુ:ખ ચાલ્યુ આવતુ હતુ. જેમાં તા. 24-10-17ના રોજ રાતના સમયે નટુભાઇ પાનના ગલ્લે માવો ખાવા જતા હતા ત્યારે બળદેવ ઉર્ફે ચકો લાલજીભાઇ ઝીંઝુવાડીયાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ અંગેનો કેસ સુરેન્દ્રનગર ચોથી એડિશનલ અને સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ કરેલી દલીલો, 16 મૌખીક અને 24 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ સુરેન્દ્રનગર ચોથા એડિશનલ અને સેશન્સ જજ જે.એસ.પટેલે આરોપી બળદેવ ઝીંઝુવાડીયાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 25 હજારનો દંડ કર્યો છે. જેમાં 25 હજાર વળતર પેટે મૃતકની પત્ની સજ્જનબેનને ચૂકવવા હૂકમમાં જણાવાયુ છે.
કપડા ઉપર લોહીના ડાઘ, હત્યાનો ઇરાદો સજા માટે મહત્ત્વરૂપ બન્યો
રતનપર હત્યાના બનાવમાં આરોપી બળદેવ ઝીંઝુવાડીયાના કપડા એફએસએલ માટે મોકલાયા હતા. જેમાં કપડા પર મૃતક નટુભાઇ ઝીંઝુવાડીયાના લોહીના દાગ હતા. મૃતકના બ્લડ ગ્રૂપ સાથે આરોપીના કપડા પરના દાગ મેચ થતા હતા. આ ઉપરાંત પોલીસમાં ફરિયાદ કરવાનું મનદુ:ખ રાખી બળદેવે હત્યા કરી હતી. સજા સમયે કપડા પર લોહીના દાગ અને હત્યાનો ઇરાદો મહત્વના પૂરવાર થયા હતા.
અગાઉ પણ એકવાર ભગાડી ગયો હતો
મૃતક નટુભાઇ ઝીંઝુવાડીયાની પુત્રીને આરોપી બળદેવનો ભાઇ કલ્પેશ હત્યાના સમય પહેલા 3 વર્ષ અગાઉ ભગાડીને લઇ ગયો હતો. ત્યારબાદ પુત્રી ઘરે આવતા તેને ધ્રાંગધ્રા પરણાવી હતી. જયાં સંતાનમાં તેને બે પુત્રો હતા. છેલ્લા છ માસથી રીસામણે રહેલી મૃતકની પુત્રીને આરોપીનો ભાઇ કલ્પેશ ફરી તા. 24-9-17ના રોજ ભગાડીને લઇ ગયો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.