ધ્રાંગધ્રા પંથકમાં અપહરણ અને દુષ્કર્મનો ગુનો આચરીને છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતા આરોપીને પેરોલ ફર્લોની ટીમ દ્વારા અમદાવાદ જુહાપુરામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. જિલ્લામાં ગુનાઓ આચરીની ભાગતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ખાસ કરીને પેરોલ ફર્લોની ટીમ આવા લોકોને શોધી શોધીને જેલ ભેગા કરી રહી છે ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં અપહરણ અને દુશ્કર્મનો ગુનો કરીને આરોપી ગુલામઅલી ઉર્ફે ગુલાબ ઉર્ફે ગુલો યુનુસભાઇ જેડા નામનો શખસ છેલ્લા 10 વર્ષથી ભાગતો ફરતો હતો. આ આરોપી જુહાપુરામાં રહેતો હોવાની હકીકત મળતા પેરોલ ર્ફોના નરપતસિંહ, મહિપતસિંહ, અસ્લમખાન સહિતની ટીમે ગુલામઅલી ઉર્ફે ગુલાબ ઉર્ફે ગુલોને પકડીને ધ્રાંગધ્રા પોલીસને સોપી આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.