તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરત લૂંટ પ્રકરણનો ફરાર આરોપી ચોટીલાથી ઝબ્બે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપી મૂળ થાનગઢના મફતિયાપરાનો

સુરતમાં વર્ષ 2017માં બનેલા લૂંટના બનાવનો આરોપી છેલ્લા 3 વર્ષથી ફરાર હતો. આ શખ્સ ચોટીલામાં હોવાની બાતમીને આધારે પેરોલ ફર્લો સ્કવોડે વોચ રાખી તેને તળેટીમાંથી ઝડપી લઇ હાલ ચોટીલા પોલીસના હવાલે કર્યો છે. સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં વર્ષ 2017માં લૂંટનો બનાવ બન્યો હતો.

આ બનાવનો આરોપી મહેશભાઇ ધીરૂભાઇ બનાવ બન્યો ત્યારથી પોલીસ પકડથી દૂર હતો. આ દરમિયાન આ શખ્સ ચોટીલામાં હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એસ.એસ.વરૂને મળી હતી. આથી ટીમ સાથે બુધવારે મોડી સાંજે ચોટીલામાં તળેટીમાં વોચ રખાઇ હતી.

પોલીસે દ્વારા વોચ ગોઠવીને મૂળ થાનગઢના મફતીયાપરાનો અને હાલ રાજકોટના કોઠારીયા રોડ પર રહી ફેબ્રીકેશનનો વ્યવસાય કરતા 35 વર્ષીય મહેશભાઇ ધીરૂભાઇને ઝડપી લેવાયો હતો. આ શખ્સને હાલ ચોટીલા પોલીસના હવાલે કરાયો છે. જયારે તેની જાણ સુરતના કાપોદ્રા પોલીસ મથકે કરવા તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો