મૃત્યુ:ફુલગ્રામ પાસે રામપરાના યુવાનનું અકસ્માતે મોત

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ તાલુકાના રામપરામાં રહેતા દિનેશભાઇ સવદાસભાઇ મોરી કાર લઇને સાયલા ખેતીનો સામાન ખરીદવા જતા હતા. ત્યારે તેમનો પુત્ર કિર્તન પણ સાથે જતો હોવાથી તેનો મિત્ર 18 વર્ષીય પરેશ જયેશભાઇ ચાવડા સાથે ગયો હતો. ત્યારે ફૂલગ્રામના પાટીયા પાસે અચાનક કાર સામે રોઝડુ પડતા કાર પલટી ગઇ હતી. જેમાં પરેશ ચાવડાને સારવાર માટે ગાંધી હોસ્પિટલ લઇ જવાતા તેનું મોત થયુ હતુ. આ અંગે મૃતકના પિતા જયેશ ચાવડાએ જોરાવરનગર પોલીસ મથકે અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ એચ.એમ.રબારી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...