અકસ્માત:ખારાધોડાના રણમાં ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત, ગંભીર રીતે ઘવાયેલા ટ્રક ચાલકનું મોત

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખારાધોડાના રણમાં ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત, ગંભીર રીતે ઘવાયેલા ટ્રક ચાલકનું મોત - Divya Bhaskar
ખારાધોડાના રણમાં ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત, ગંભીર રીતે ઘવાયેલા ટ્રક ચાલકનું મોત
  • રણમાં પોલીસ સ્ટેશનની હદને લઈ ગૂંચવણ ઉભી થતા ફરિયાદ થવામાં વિલંબ

ખારાઘોડા રણમાં હાલમાં મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ટ્રક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે રણમાં હદનો વિવાદ થતા હજી અકસ્માતની ફરીયાદ નોંધાઇ નથી.

રણમાં મીઠું ખેંચવાની સીઝનમાં દર વર્ષે ધૂળની ઉડતી ડમરીઓ વચ્ચે રસ્તો ન દેખાતા અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે હાલમાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાંથી જેસીબી અને ડમ્પરો સાથે મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ગત અઠવાડિયે 'તાઉ-તે' વાવાઝોડાના પગલે રણમાં વરસાદ ઝીંકાતા 3-4 દિવસ રણમાંથી મીઠું ખેંચવાની સીઝન બંધ રહી હતી. અને હવે ફરીથી રણમાંથી ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની સીઝન ફરી ધમધમતી થઇ છે.

ત્યારે મંગળવારે ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ડમ્પર અને ટ્રક વચ્ચે રણની મધ્યમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકના આગળના ભાગનો પેચો બોલી જતા ટ્રક ચાલકને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી એને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે તાકીદે પાટડી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.. આ બનાવ અંગે રણમાં કઇ પોલીસ સ્ટેશનમાં હદ આવે એ મામલે ગુંચવણ ઉભી થતાં હજી સુધી રણમાં થયેલા ગોઝારા અકસ્માતની ફરીયાદ દાખલ થઇ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...