તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:લખતર અને ઝમર વચ્ચે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, પાંચ લોકો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર અને ઝમર વચ્ચે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, પાંચ લોકો ઈજાગ્રસ્ત - Divya Bhaskar
લખતર અને ઝમર વચ્ચે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, પાંચ લોકો ઈજાગ્રસ્ત
  • કાર ચાલક રિક્ષાને ટકકર મારી નાસી છૂટ્યો
  • પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

લખતર અને સુરેન્દ્રનગર હાઇવે ઉપર અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે લખતર અને ઝમર વચ્ચે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષાની અંદર બેઠેલા પાંચ જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લખતર વચ્ચે ઝમર વચ્ચે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક રીક્ષાને ટકકર મારી નાસી છૂટ્યો હતો. પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરથી રિક્ષા લખતર તરફ આવી રહી હતી ત્યારે સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી કાર રિક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતી. જેમાં રિક્ષાની અંદર બેઠલા પાંચ લોકો ઇજાગ્રસ્ત થતાં લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામા આવ્યા હતા, ત્યાથી ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ અંગે પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...