અકસ્માત:વઢવાણ કોઠારિયા રોડ પર ડમ્પર-બાઇક વચ્ચે અકસ્માત

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3ને ગંભીર ઇજા, ચાલક સામે ફરિયાદ

વઢવાણ કોઠારિયા રોડ સી.યુ.શાહ ફાર્મસી કોલેજ પાસે કડિયા કામ કરીને બાઇકસવાર ત્રણ સવારીમાં જતા હતા. ત્યારે ડમ્પરે બાઇકને અડફેટે લેતા બાઇકસવાર સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ડમ્પરચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સુરેન્દ્રનગર બહુચર હોટલ પાસે કડીયા સોસાયટીમાં અને મૂળ ધ્રાંગધ્રા તાલુકાના ભારદ ગામના પ્રશાંતભાઈ કરશનભાઈ વરમોરા અને ગીરધરભાઈ વિઠ્ઠલભાઈ કણઝરીયા તેમજ હિંમતભાઈ મનસુખભાઈ પરમાર કડીયા કામ કરીને બાઇક પર આવતા હતા. આ દરમિયાન વઢવાણ કોઠારીયા રોડ સી.યુ.શાહ ફાર્મસી કોલેજ પાસે પૂરપાટ અને ગફલતભરી રીતે ડમ્પરના ચાલકે ડમ્પર ચલાવી બાઇકની સાઇડ કાપીને ડાબી સાઇડમાં ડમ્પર દબાવતા ડમ્પરના ડાબી સાઇડનો પાછળનો ભાગ બાઇક સાથે ભટકાડતા અકસ્માત થયો હતો.

આ બનાવમાં પ્રશાંતભાઇ, ગીરધરભાઈ અને હિંમતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા 108ની ટીમે દોડી આવી ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જીને ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવમાં વઢવાણ પોલીસ મથકે પ્રશાંતભાઈ વરમોરાએ ડમ્પરચાલક સામે વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડકોન્સ્ટેબલ આર.ડી.સોલંકી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...