અકસ્માત:મોરબીની લજાઈ ચોકડી નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત, એકને ઈજા

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈકમાં પાછળ બેઠેલા અન્ય એકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

મોરબીમાં ટંકારા હાઈવે પર લજાઈ ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા અન્ય એકને ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બાઈકને ટ્રકે પાછળથી ટક્કર મારતાં અકસ્માત થયો
આ અકસ્માતના બનાવ અંગે મળતી વિગતો મુજબ આજે ગુરૂવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં ટંકારા–મોરબી રોડ ઉપર લજાઈ ચોકડી નજીક ડબલ સવારીમાં મોટર સાયકલ ઉપર જઈ રહેલા ટંકારા શહેરના ઉસ્માનભાઈ વલીમામદભાઈ મેસાનિયા અને રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરીની બાઈકને પાછળથી ટ્રકે જોરદાર ટક્કર મારતાં અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેઓને 108 એમ્બ્યુલન્સની મદદથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે ટંકારા મોમિન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...