ધરપકડ:ચોટીલા પોલીસ સ્ટેશનના સગીરાને ભગાડી જવાના ગુનામાં 9 વર્ષથી ફરાર ઝબ્બે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોટીલા પોલીસ સ્ટેશનના સગીરાને ભગાડી જવાના ગુનામાં 9 વર્ષથી આરોપી ફરાર હતો. જેને સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમે ચોટીલાથી ઝડપી પાડ્યો હતો.જેને આગળની કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશન સોંપાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ જિલ્લા પોલીસ વડાએ જુદા જુદા ગુનામાં ફરાર આરોપીઓને સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી ઝડપી પાડવા સૂચના આપી હતી.આથી એલસીબી પીઆઇ વી.વી.ત્રીવેદીના માર્ગદર્શનમાં પેરોલફર્લો પીએસઆઇ એસ.પી. ઝાલા તથા ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસ કામે લગાડવામાં આવતા ફરાર આરોપી અંગે બાતમી મળી હતી.આથી ચોટીલા પોલીસ સ્ટેશનના સગીરાને ભગાડી જવાના ગુનામાં 9 વર્ષથી ફરાર હાલ બોટાદના નાગલપરના પણ મૂળ રાજકોટના વિછિયા રૂપાવટીના મુન્નાભાઇ બાબુભાઇ કાળુભાઇ ગોરાસ્યાને ચોટીલાથી ઝડપી પાડ્યો હતો.પૂછપરછમાં સગીરાને ભગાડી જવાના ગુનામાં ફરાર હોવાનું જણાવતા સગીરાને શોધી કાઢી આગળની કાર્યવાહી માટે થાન પોલીસ સ્ટેશન રાજકોટ સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...