ગટર ઉભરાવાની સમસ્યા:વઢવાણના અબોલ પીર ચોકમાં ગટર ઉભરાતા લોકો ત્રાહિમામ, અવારનવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના અબોલ પીર ચોકમાં ગટર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઢવાણ શહેરના અબોલ પીર ચોકથી લઇ અને મોટાપીર ચોક સુધી ગટરોની સમસ્યાએ માથાનો દુખાવા સ્વરૂપ સાબિત થઈ રહી છે. સામાન્ય રીતે વરસાદ આવે કે પછી સવાર પડે અને ગટરો ઉભરાય છે. સાફ-સફાઈનો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે. જેથી ગટરો ઉભરાવાની સમસ્યાએ ભારે માજા મૂકી છે.
ગટરોને લઈ વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યાં
વઢવાણના અબોલ પીર ચોકમાં લોકોના ઘરમાં ગટરોના પાણી ઘૂસી જતા હોવાનું હાલમાં આ વિસ્તારના રહેવાસીઓ જણાવી રહ્યા છે. અવારનવાર ગટરોને લઈ અને તેના વીડિયો પણ વાયરલ કરવામાં આવી રહ્યા હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની સુવિધા અબોલ પીર ચોક વિસ્તારમાં આપવામાં આવતી ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
​​​​​​​બાળકો માંદગીનો ભોગ બની રહ્યા છે
નાના બાળકો માંદગીનો ભોગ બની રહ્યા છે કારણ કે, દુર્ગંધ મારતી ગટરો દરરોજ ઉભરાઈ રહી છે. અવારનવાર રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરીના પ્રયાસો હાથ ધરવામાં ન આવતું હોવાનું હાલમાં આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...