સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓને તાત્કાલીક મદદરૂપ થવા 181 ટીમ કાર્યરત કરાઇ છે.જેમાં 8 વર્ષમાં 24,257 મહિલાઓને મદદ પહોંચાડી છે.જ્યારે એક વર્ષમાં 632 મહિલાઓની વ્હારે અભયમ ટીમ આવી હતી. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન મળે માટે મહિલા હેલ્પલાઇનની સુવિધા ગુજરાત રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં 8 માર્ચ 2015થી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે શરૂ કરાઇ હતી.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 181 ટીમે 8 વર્ષમાં કુલ 24,257 મહિલાઓને જરૂરીયાત સમયે સલાહ, સુચન, માર્ગદર્શન બચાવની મદદ પુરી પાડી છે.જ્યારે તાકીદની સ્થિતીમાં સ્થળ પર જઇ 4560 મહિલાને મદદ પુરી પાડી છે.જેમાં મહિલા સાથે થતી હિંસા શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો), શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો,જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો,કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી ,આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો સહિતના પ્રશ્નો ધ્યાને લેવાયા હતા.
હાલ આ અંગે મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર મધુબેન વાણીયા અને રૂચીતાબેન મકવાણાએ જણાવ્યુ કે જિલ્લામાં એક વર્ષ અત્યાર સુધીમાં અભયમ હેલ્પલાઇનમાં 632 પીડીત મહિલાઓને ઘટના સ્થળે મદદ પહોંચાડી છે. જેમાં કુળશ કાઉન્સેલીંગ થકી સ્થળ પર સમાધાન કારી નિર્ણયો લેવાયા છે.જેમાં 173 કિસ્સામાં પીડીતા ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિત મહિલા સંસ્થાની મદદ અપાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.