ધરપકડ:અપહરણ બળાત્કારના ગુનામાં 6 વર્ષથી ફરાર પંચમહાલથી ઝડપાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર પેરોલફર્લો સ્કવોડ જુદાજુદા ગુનામાં ફરાર આરોપી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.તે દરમિયાન પંચમહાલમાંથી અપહરણ અને બળાત્કારના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી સાબરમતી જેલ હવાલે કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા જિલ્લાપોલીસ વડાની સુચના હતી.આથી એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીના માર્ગદર્શનમાં પેરોલ ફર્લો સ્કવોર્ડે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ટેકનીકલ સોર્સ અને બાતમીના આધારે અમદાવાદ સાબરમતી જેલમાં કાચાકામનો કેદી જે વચગાળાના જામીન પરથી નિકળ્યા બાદ ફરાર થઇ ગયો હતો.

આ છ વર્ષથી નાસતા ફરતા આરોપી દસાડા મઢવાસના વસીમભાઇ ઉર્ફે લાલો અહેમદભાઇ ખોખરને પંચમહાલ જિલ્લાના ધોંઘંબા તાલુકાના રીછીયા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.તેનું મહાત્મા ગાંધી હોસ્પીટલ સુરેન્દ્રનગર કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ નેગેટીવ આવતા સાબરમતી જેલ અમદાવાદ સોંપવામાં આવ્યો હતો. આકાર્યવાહીમાં પીએસઆઇ વી.આર.જાડેજા, નરપતસિંહ, મહિપતસિંહ, અસ્લમખાન ભગીરથસિંહ સહિત પેરોલફર્લો સ્કવોડ ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...