સરપંચો સાથે સંવાદ:સુરેન્દ્રનગરમાં આવતીકાલે આપના અરવિંદ કેજરીવાલ પધારશે, નવી ગેરન્ટીઓની પણ જાહેરાત કરશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને ઇસુદાન ગઢવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે

હાલની પરિસ્થિતિ મુજબ ગુજરાત રાજ્યમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી સતત આગળ વધતી જઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી અને બેઠકોનો દોર યથાવત કરી નાખ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત અરવિંદ કેજરીવાલ દ્વારા લેવામાં આવી રહી છે અને અવનવી જાહેરાતો પણ અરવિંદ કેજરીવાલ દ્વારા જો સરકાર રચશે તો લાભો આપવાની કરવામાં આવી રહી છે.

અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરની મુલાકાતે આવી રહ્યા છે આવતી કાલે બપોરે 1 વાગ્યે અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમની સાથે ગોપાલભાઈ ઇટાલીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ઈશુદાનભાઈ ગઢવી પણ સુરેન્દ્રનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કાર્યકરો દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને હાલની પરિસ્થિતિમાં ત્રીજા મોરચા તરીકે આગળ વધી રહેલી પાર્ટી સતત મજબૂત થઈ રહી હોવાનું પણ પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે કાલે સુરેન્દ્રનગરની મુલાકાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે.

કેજરીવાલ સરપંચો અને ઉપસરપંચો સાથે સીધો સંવાદ કરશે
સુરેન્દ્રનગર જિલ્લાના સરપંચો અને ઉપસરપંચો સાથે બેઠક યોજવાના છે. અને જે ગ્રામીણ વિસ્તારોના પ્રશ્નો છે અને જે હજુ પણ જિલ્લાના ગામડાઓનો વિકાસ થવો જોઈએ તે થઈ રહ્યો ન હોવાની વાત છે, તે અંગે ખાસ મુદ્દા ઉપર અરવિંદ કેજરીવાલ સરપંચો અને ઉપસરપંચો સાથે સંવાદ કરશે અને તેમને પડતી હાલાકી અને અગામી વિધાનસભાની ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કેવા કેવા લાભો સરપંચોને મળશે તે અંગેની મહત્વપૂર્ણ જાહેરાતો કાલે સુરેન્દ્રનગર ખાતેથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માળખું મજબૂત બને તેવા પ્રયાસો
અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ આપના કાર્યકરોમાં પણ આ મામલે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વિવિધ પ્રકારની જાહેરાતો ગ્રામીણ વિસ્તારના વિકાસની જો સરકાર રચાશે તો લાભોની લહાણી આમ આદમી પાર્ટી કરશે તેવું સરપંચો સાથે બેઠક યોજાઈ અને કાલે અરવિંદ કેજરીવાલ વિવિધ યોજના અને વિવિધ નવી સ્કીમોની જાહેરાત કરવામાં આવશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માળખું મજબૂત બને તેવા પ્રયાસો પણ અરવિંદ કેજરીવાલ દ્વારા હાથ ધરવામાં આવશે.ગોપાલ ઇટાલીયા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને ઈશુદાન ગઢવી પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

ગામડાના પ્રશ્ર્નો વિશેની મહત્વપૂર્ણ જાહેરાતો અરવિંદ કેજરીવાલ કરી શકે છે
સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીના પ્રભુત્વ વધે તેવા પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે કાલે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ગોપાલ ઇટાલીયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ઈશુદાન ગઢવી પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. શહેરના ટાઉનહોલ ખાતે આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. ત્યારે સરપંચો અને ઉપસરપંચો અને ગામડાના પ્રશ્ર્નો વિશેની મહત્વપૂર્ણ જાહેરાતો અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવશે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ તડામાર તૈયારીઓ કાર્યકર્તાઓ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ગામડાના પ્રશ્નો અંગે સરપંચો અને ઉપસરપંચો સાથે કેજરીવાલ સંવાદ કરશે
કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત રાજ્યની મુલાકાતે છે ત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગર જિલ્લાની કાલે મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સંગઠન મજબૂત બને અને અગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યોગ્યતા રીતે પસંદગી થાય તેવા પ્રયાસો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ગામડાના પ્રશ્નો અંગે સરપંચો અને ઉપસરપંચો સાથે પણ અરવિંદ કેજરીવાલ સંવાદ કરવાના છે. અને નવી નવી જાહેરાતો કરવાની શક્યતાઓ પણ સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કંઈક નવી યોજના કાલે અરવિંદ કેજરીવાલ સરપંચો અને ઉપ સરપંચો સમક્ષ સુરેન્દ્રનગર ખાતેથી મૂકવાના છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...