તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે ટ્રકની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે મોત

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે ટ્રકની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે મોત
  • બસ સ્ટેન્ડમાં પાણીની બોટલ અને પાઉચ વેચતા ગરીબ પરિવારના યુવકના મોતથી શોકની લાગણી ફેલાઈ
  • અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકી થયો ફરાર

સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે ટ્રકની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં પાણીની બોટલ અને પાઉચ વેચતા ગરીબ પરિવારના યુવકનું મોત નીપજતાં પરિવારજનો સહિત લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

સુરેન્દ્રનગરમાં બેફામ દોડતા ટ્રક અને ડમ્પરની અડફેટે અસંખ્ય નિર્દોષ લોકોના અકાળે મોત નિપજવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે ટ્રકની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીસુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં પાણીની બોટલ અને પાઉચ વેચતા ગરીબ પરિવારના યુવકનું મોત નીપજતાં પરિવારજનો સહિત લોકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. આ બનાવ અંગે સુરેન્દ્રનગર સીટી પોલિસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. તેમજ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...