અકસ્માતે મોત:હળવદ જીઆઇડીસી નજીક કચ્છ તરફથી આવતી માલગાડીની અડફેટે દિઘડીયા ગામના યુવાનનું મોત

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદ જીઆઇડીસી નજીક કચ્છ તરફથી આવતી માલગાડીની અડફેટે દિઘડીયા ગામના યુવાનનું મોત - Divya Bhaskar
હળવદ જીઆઇડીસી નજીક કચ્છ તરફથી આવતી માલગાડીની અડફેટે દિઘડીયા ગામના યુવાનનું મોત
  • ચાર દીકરીઓના પિતાનું ટ્રેનની અડફેટે મોત નીપજતાં પરિવારમાં શોક વ્યાપ્યો
  • હળવદ પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી

આજે બુધવારે સવારે હળવદ શહેરમાં આવેલા જીઆઇડીસી વિસ્તારમાં મજૂરીકામ કરતાં અને મૂળ હળવદ તાલુકાના દિઘડીયા ગામના ચાર દીકરીઓના પિતાનું ટ્રેનની અડફેટે મોત નીપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવને પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રો અનુસાર મૂળ હળવદ તાલુકાના દિઘડિયા ગામના અને હાલ મજુરી કામ અર્થે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય દિનેશભાઈ અવચર ભાઈ કાંઝીયા આજે બુધવારે સવારના નવ વાગ્યાની આસપાસ જીઆઇડીસીની સામે કુદરતી હાજતે જતા હતા. ત્યારે રેલ્વેનો પાટો ક્રોસ કરતા સમયે કચ્છ તરફથી આવતી માલગાડીની અડફેટે આવી જતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ રેલવે પોલીસને અને હળવદ પોલીસને થતા તેમણે ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત મૃતક દિનેશભાઈને સંતાનમાં ચાર દીકરીઓ હોવાથી પરિવારમાં પણ શોક વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...