સુરેન્દ્રનગરની કોર્ટમાં છ ગોળીઓ ભરેલી પિસ્તોલ લઈ અને ચાલુ કોર્ટમાં જ્યાં કેસ ચાલતા હોય ત્યાં યુવક પ્રવેશી ગયો હતો. ત્યારે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા યુવક પાસે હથિયાર પરવાનાનું લાઇસન્સ હોય તેવુ જાણવા મળ્યું હતુ. પરંતુ ખાસ કરીને કોર્ટમાં મોબાઈલ ફોન વિડીયોગ્રાફીની વસ્તુઓ તેમજ હથિયાર તેમજ રિવોલ્વર કે પિસ્તોલ તેમજ અન્ય કેટલીક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે.
અને આ વસ્તુ કોર્ટમાં ન જાય તે માટે પૂરતો બંદોબસ્ત પણ કોર્ટમાં ગોઠવવામાં આવતો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરની કોર્ટમાં જ્યાં કેસ ચાલતો હતો, ત્યાં કિરીટસિંહ રાઓલ નામનો યુવક કોર્ટમાં પ્રવેશ કરી દીધો હતો. ત્યારે આ મામલે સીટી પોલીસને જાણ થતા સીટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આ શખ્સની પૂછપરછ હાથ ધરી અને ત્યારબાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે કેટલાક સળગતા સવાલો છે કે, કોર્ટમાં પૂરતો બંદોબસ્ત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. અને કોર્ટમાં પ્રવેશ પહેલા ચેકિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે. તો આ યુવક હથિયાર સાથે કેવી રીતે કોર્ટમાં પ્રવેશી ગયો ? તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આ અંગે લાઇસન્સ જપ્તી તેમજ હથિયાર જપ્તી અંગેની કાર્યવાહી પોલીસ વિભાગે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.