તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પાસે ખાડમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 થી 7 મિત્રો ન્હાવા માટે ગયા હતા ત્યારે બન્યો બનાવ
  • ફાયરબ્રિગેડની ટીમે લાશ બહાર કાઢી

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પાસે મેલડી માતાના મંદિરની બાજુમાં આવેલી ખાડમાં 6 થી 7 મિત્રો નહાવા પડ્યાં હતા. જેમાં એક યુવાનનું ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં પાણીમાં ડુબી જવાથી અે યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ યુવાનની લાશ બહાર કઢાઇ હતી.

સુરેન્દ્રનગર શહેરના ઘોળીઘજા ડેમ પાસે મેલડી માતાના મંદિરની બાજુમાં મોટી પાણીની ખાડ છે. તેમા પાંચ-સાત છોકરાઓ દર રવિવારે ડેમમાં તરવાના બદલે ખાડમાં ન્હાવા આવતા હતા. તેમાં હર્ષદ કીશોરભાઇ ચાવડા ( ઉમર વર્ષ 20 ) રહે-આલ્ફા સ્કુલ રતનપર પણ આજે ખાડમાં ન્હાવા પડ્યાં બાદ ખાડના પાણીમાં ફસાઇ જતાં ઉપર આવી શક્યો નહોંતો. એના સાથી મિત્રોએ પાણીમાં સઘન શોઘખોળ કરી પણ આ યુવાનનો પાણીમાં કોઇ જ અત્તો-પત્તો ન લાગતા ગભરાઇ ગયા પછી તેના મિત્રોએ ડીઝાસ્ટર કટ્રોલ રૂમમાંથી સુરેન્દ્રનગર ફાયર વિભાગને ફોન કર્યો હતો. જેથી તાત્કાલિક ફાયર ટીમ સાથે ગેરેઝ સુપ્રિન્ટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલા, દેવાંગ દુઘરેજીયા, ચેતનભાઇ હસુભા પરમાર, સંજયભાઇ ચોહાણ, રાહુલભાઇ ડોડીયા રાહુલભાઇ રાવળદેવ, અશોકસીંહ પરમાર શક્તિસીંહ પરમારને લઇને ઘટનાસ્થળે આવીને 15 મિનિટ શોઘખોળ કરીને યુવાનની લાશને શોધીને બહાર કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...