પાટડી સજ્જડ બંધ:એક યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા ગામમાં ઘેરા પડઘા પડ્યા, લોકોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • યુવતીને ભગાડી જવાનો મામલો લવજેહાદનો હોવાનો પરિવારજનોનો આક્ષેપ
  • ત્રણ દિવસ પહેલા બનેલી આ ઘટનાથી પાટડી નગરજનોમાં જનાક્રોશ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની એક યુવતીને લગ્નની લાલચ આપી એક વિધર્મી યુવક ભગાડી જતા પાટડી ગામમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્રણ દિવસ પહેલા બનેલી આ ઘટનાના વિરોધમાં આજે પાટડી ગામની બજારો સજ્જડ બંધ રહી હતી. ત્યારબાદ સાંજના સમયે લોકોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. યુવતીના પરિવારજનોએ આ મામલો લવજેહાદનો હોવાનો આક્ષેપ કર્યો હતો.

ત્રણ દિવસથી યુવતી ગુમ થતા પરિવારજનો ચિંતિત
પાટડીમાં ત્રણ દિવસ અગાઉ એક શો રૂમમાં નોકરી કરતી યુવતીને વિરમગામના અલીગઢ ગામનો વિધર્મી યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસથી યુવતીનો પત્તો ન લાગતા પરિવારજનો ચિંતિત બન્યા છે.

ઘટનાના વિરોધમાં પાટડી સજ્જડ બંધ રહ્યું
ત્રણ દિવસ પહેલા બનેલી આ ઘટનાથી પાટડી નગરજનોમાં જનાક્રોશપાટડીની યુવતીને વિધર્મી યુવક ભગાડી જવાની ઘટનાના પાટડી ગામમાં ઘેરા પડઘા પડ્યા છે. પાટડીના વેપારીઓએ આ ઘટનાના વિરોધમાં આજે તમામ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જેના કારણે બજારો સજ્જડ બંધ રહી હતી. બપોર બાદ પાટડીવાસીઓએ એક રેલીનું પણ આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

ગામલોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
યુવતીના પરિવારજને જણાવ્યું હતું કે, યુવતીઓને ફસાવવા માટે લવજેહાદનું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું છે. અમારી દીકરીને ભગાડી ગયા બાદ આરોપીનો કોઈ પત્તો લાગ્યો નથી. અમારી દીકરીને લવજેહાદના નામે ફસાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...